કાલાવડ તાલુકાના આણંદપર ગામમાં રહેતી યુવતી સાથે પાણી બાબતે બોલાચાલી કરી દંપતીએ વાળ ખેંચી ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના આણંદપર ગામમાં રહેતી હેતલબેન નામની યુવતીને સાગર સોલંકીએ ‘તું અમારા માણસને કેમ ધમકાવે છે અને અગાઉ પણ તે પાણી બાબતે બોલાચાલી કેમ કરી હતી ?’ તેમ કહી સાગરે યુવતીને લાત મારી હતી અને તેની પત્ની સોનલબેને યુવતીના વાળ ખેંચી ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલો અને ધમકીના બનાવ અંગેની જાણ કરતા હેકો જી.આઇ. જેઠવા તથા સ્ટાફે હેતલબેનના નિવેદનના આધારે દંપતી વિરૂધ્ધ હુમલો અને ધમકીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


