Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં કારમાંથી સાઇલેન્સરની ચોરી આચરનાર તસ્કર ત્રિપુટી ઝડપાઈ

જામનગરમાં કારમાંથી સાઇલેન્સરની ચોરી આચરનાર તસ્કર ત્રિપુટી ઝડપાઈ

આણદાબાવા ચકલામાંથી ત્રણ કારમાંથી સાઇલેન્સરની ચોરી : ક્ધવેટર કાઢી વેંચી માર્યા : મુળ જામનગરના એક સહિત ત્રણ તસ્કરો ઝડપાયા : 3.39 લાખનો મુદ્દામાલ કબ્જે : સિટી એ ડિવિઝન પોલીસની કામગીરી

- Advertisement -

જામનગરમાં આણદાબાવા ચકલા વિસ્તારમાં પાર્ક કરવામાં આવેલી જુદી જુદી ત્રણ કારમાંથી સાઇલેન્સરની ચોરી થઈ ગયાની ફરિયાદના આધારે પોલીસે તપાસનો દોર અમદાવાદ સુધી લંબાવી સરખેજમાંથી તસ્કર ત્રિપુટીને ચોરાઉ સાઇલેન્સર અને એક કાર સહિત રૂા. 3.39 લાખની માલમતા સાથે ઝડપી લીધા છે.

- Advertisement -

આ બનાવની વિગત એવી છે કે, જામનગરમાં આણદાબાવા ચકલા વિસ્તારમાં પાર્કિંગમાં જુદી જુદી કાર પાર્ક કરવામાં આવે છે જે સ્થળે મોડીરાત્રિના સમયે તસ્કરોએ મહોબતસિંહ જાડેજા સહિતના ત્રણ વ્યક્તિઓની જુદી જુદી ત્રણ કારમાંથી કીમતી સાઈલેન્સર ચોરીની પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ હતી. દરમિયાન પો.કો. રૂષિરાજસિંહ જાડેજા, રવિ શર્મા, યોગેન્દ્રસિંહ સોઢાએ કારના સીસીટીવી ફુટેજના આધારે તપાસ આરંભી હતી અને જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી વરૂણ વસાવાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એમ.બી. ગજ્જર, પીએસઆઈ બી.એસ.વાળા, હેકો દેવાયતભાઈ કાંબરીયા, મહિપાલસિંહ જાડેજા, રવિન્દ્રસિંહ પરમાર, સુનિલભાઈ ડેર, પો.કો. શિવરાજસિંહ રાઠોડ, રવિરાજસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ સોઢા, વિક્રમસિંહ જાડેજા, ખોડુભા જાડેજા, શૈલેષભાઈ ઠાકરિયા, રાજેન્દ્રસિંહ ડોડિયા, રૂષિરાજસિંહ જાડેજા, રવિભાઈ શર્મા, મહેન્દ્રભાઈ પરમાર સહિતના સ્ટાફે સીસીટીવી કેમેરાઓની મદદથી તપાસનો દોર અમદાવાદ સુધી લંબાવ્યો હતો.તસ્કરો એક કારમાં જામનગર આવ્યા હતા અને રાત્રિના સમયે ચોરીની ઘટનાને અંજામ આપી એક કારમાં ભાગી છુટ્યા હતા. આથી પોલીસ દ્વારા જી.જે-1 આર.પી.1837 નંબરની કાર બાબતે સીસીટીવી કેમેરાની મદદથી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા, અને છેક અમદાવાદના સરખેજ સુધી તપાસ નો દોરો લંબાવાયો હતો.

અમદાવાદમાંથી મૂળ જામનગરના વતની અને હાલ સરખેજમાં રહેતા ઈમરાન ઉર્ફે ભા મજીત દરજાદા, સતાર હુશેન વોરા (અમદાવાદ), આસીફ ઉર્ફે કોમલ અસ્લમ શેખ (અમદાવાદ) નામના ત્રણ શખ્સોની અટકાયત કરી ત્રણેય પાસેથી ક્ધવેટર વગરના નવ હજારની કિંમતના 3 નંગ સાઇલેન્સર અને ક્ધવેટરના વેચાણના રૂા.30 હજારની રોકડ તથા રૂા. 3 લાખની કિંમતની જીજે-01-આરટી-1837 નંબરની કાર મળી કુલ રૂા. 3.39 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા આ આરોપીઓ પૈકીનો ઈમરાન ઉર્ફે ભા વિરૂધ્ધ ધોરાજી અને નડિયાડ પોલી સ્ટેશનમાં બે ગુના નોંધાયેલા છે. જ્યારે આસીફ ઉર્ફે કોમલ અસ્લમ શેખ વિરૂધ્ધ વટવા (અમદાવાદ)માં પ્રોહિબીશનનો તથા બાઉલુ (મહેસાણા) પોલીસ સ્ટેશન અને કલોલ (ગાંધીનગર) પોલીસ સ્ટેશનમાં એક એક ગુના નોંધાયેલા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular