Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરપતંગની દોરીથી ઘાયલ પક્ષીઓની સારવાર માટે JMC બર્ડ કેર અને સારવાર સેન્ટર...

પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓની સારવાર માટે JMC બર્ડ કેર અને સારવાર સેન્ટર ખોલશે

- Advertisement -

ઉતરાયણ પર્વ દરમ્યાન પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓની સારવાર આપવા માટે કરૂણા અભિયાનના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકા ધ્વારા તા.૧૦/૦૧/ર૦ર૩ થી તા.ર૦/૦૧/ર૦ર૩ સુધી જામનગર શહેરમાં શરૂ સેકશન રોડ પોલિસ હેડ કવાટર પાછળ, ફુલચંદ તંબોલી આવાસથી આગળ મ્યુનિસીપલ કોર્પોરેશન સંચાલિત સોનલનગર ઢોર ડબા ખાતે ઘાયલ પક્ષીઓની સારવાર કરવા માટે ”બર્ડ કેર અને સારવાર સેન્ટર” ઉભુ કરવામાં આવનાર છે.

- Advertisement -

આ સેન્ટર ખાતે પતંગની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓને સવારે ૯-૦૦ થી સાંજના પ-૦૦ કલાક દરમ્યાન સારવાર આપવામાં આવનાર છે.  જાહેર જનતાએ ઘાયલ પક્ષીઓની સારવાર જામનગર મહાનગરપાલિકા ધ્વારા ઉભી કરવામાં આવેલ વ્યવસ્થાનો લાભ લેવા તથા ઘાયલ પક્ષીઓની સારવાર લેવા, આ કરૂણા અભિયાનમાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular