દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ છે. ત્યારે પાટનગર દિલ્હીમાં સીમલા, મસુરી કે ડેલહાઉઝી કરતા પણ વધુ ઠંડી હોવાનું નોંધાયું છે. પાટનગરમાં ઠંડીનો બે વર્ષનો રેકોર્ડ તૂટયો છે. અમુક ભાગોમાં તાપમાન 2 ડીગ્રી સુધી નીચે સરકી ગયુ હતું.હવામાન વિભાગના રીપોર્ટ મુજબ પાટનગરનુ મહતમ તાપમાન 16.5 ડીગ્રી હતું.
જે નોર્મલ કરતા 3 ડીગ્રી નીચું હતું ત્યારે ન્યુનતમ 3 ડીગ્રી નોંધાયુ હતું. અમુક ભાગોમાં તે 2 ડીગ્રી રહયું હતું. સામાન્ય વર્ષોમાં શિયાળાની મજા માણવા લોકો હિલ સ્ટેશને જતા હોય છે પરંતુ આ વખતે સીમલા, મસુરી જેવા હિલ સ્ટેશન કરતા પણ વધુ ઠંડી દિલ્હીમાં નોંધાઈ છે.ડેલહાઉઝીનું તાપમાન 4.9 ડીગ્રી, ધર્મશાલાનું 5.2 ડીગ્રી, સીમલાનું 3.5 ડીગ્રી તથા મસુરીનું 4.4 ડીગ્રી હતું.