Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરVideo : જામ્યુકો દ્વારા સશક્ત-સુપોષિત કિશોરી અભિયાન મેળો યોજાયો

Video : જામ્યુકો દ્વારા સશક્ત-સુપોષિત કિશોરી અભિયાન મેળો યોજાયો

મેયર બીનાબેન કોઠારીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો : ધારાસભ્ય-શાસકપક્ષ નેતા-કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ, આઇસીડીએસ. જામનગર મહાનગરપાલિકાના ઉપક્રમે સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન મેળો-2022-23નું મેયર બિનાબેન કોઠારીના અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

આ મેળો મહિલા અને બાળ વિકાસ વિભાગની બેટી બચાવો, બેટી પઢાઓ અને પૂર્ણા યોજનાના સંયુક્ત ઉપક્રમે થઇ હતી. આ કાર્યક્રમમાં મહિલાઓ સશક્ત, આત્મ નિર્ભર અને સુપોષિત બને તેવા હેતુથી યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મેયર બિનાબેન કોઠારી, કલેકટર ડો. સૌરભ પારઘી, નાયબ કમિશનર ભાવેશ જાની, ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, શાસકપક્ષ નેતા કુસુમબેન પંડયા અને કોર્પોરેટરો તેમજ મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ તકે કિશોરીઓને તેમના હક્ક જેવા કે, શિક્ષણ, સશક્તિકરણ, પોષણ, સ્વાસ્થ્ય, દિકરા અને દિકરીના ભેદભાવ રહિત સમાજની સ્થાપના કરીશું. જેવી પ્રતિજ્ઞા પર સહી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular