જામનગર જિલ્લાના લાલપુર પોલીસ સ્ટેશનના જુદા જુદા વિસ્તારોમાંથી ઝડપાયેલા દારૂના જથ્થાનો નાશ કરવા માટે જિલ્લા પ્રેમસુખ ડેલુની સૂચનાથી લાલપુરના અધિકારી એન.ડી.ગોવાણી અને ડીવાયએસપી વાઘેલા તથા પીએસઆઈ એમ.એન. જાડેજા, સહદેવસિંહ વાળાની ઉપસ્થિતિમાં દારૂના જથ્થાનો નાશ કરવા દારૂની બોટલો ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.