Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરસુરિનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદ સંતોખી જામનગર જિલ્લાની મુલાકાતે

સુરિનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદ સંતોખી જામનગર જિલ્લાની મુલાકાતે

કલેકટર ડો. સૌરભ પારઘીના અધ્યક્ષસ્થાને સૂચારૂ આયોજનના ભાગરૂપે બેઠકનું આયોજન કરાયું

- Advertisement -

સુરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદ સંતોખી આગામી તા.7 જાન્યુઆરીના રોજ જામનગર જિલ્લાની મુલાકાતે છે. જામનગર એરપોર્ટ ખાતે ટૂંકા રોકાણ બાદ તેઓ રિલાયન્સ રીફાઈનરીની મુલાકાત લેશે.

- Advertisement -

રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદની જામનગર મુલાકાતના આયોજનના ભાગરૂપે કલેકટર કચેરીના સભાખંડ ખાતે કલેકટર ડો. સૌરભ પારઘીના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જે તે વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. તેમજ વિવિધ વ્યવસ્થાઓ સુનીચીત થાય અને સૂચારૂ આયોજન થઈ શકે તે માટે ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર બી. એન. ખેર, જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલું, રિલાયન્સ રીફાઈનરીના તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular