જામનગર શહેરના ત્રણબત્તી ચોક નજીક આવેલ હાજી મામદ તથા હાજીહાસમ પીરમામદ મુસાફરખાના વકફની માલિકીના ત્રણ મકાનો પૈકી એક મકાનમાં સમીર ઐયુબ વહેવારીયા તથા અન્ય બે મકાનોનો કબજો ઇસ્માઇલ અબુ આરબ પાસેથી ગુજરાત રાજ્ય વકફ ટ્રિબ્યુનલ, ગાંધીનગરના આદેશ મુજબ કલેકટર, જામનગર મારફત સીટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટ શહેર વિભાગ-2 દ્વારા કાયદાનુસારની કાર્યવાહી કરી બંને કબજેદારો પાસેથી મિલકતોનો ખાલી કબજો મુસાફરખાના વકફના કારોબારી અધિકરાી વકીલ હાજી હસન ભંડેરીને સોંપવામાં આવતા અન્ય કબજેદારો તેમજ વકફની મિલકતોમાં ગેરકાયદેસર કબજો ધરાવનારા લોકોમાં ભય ફેલાયો છે.
વકફની મિલકતોના કબજા સોંપણીની કામગીરી સીટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટ અને અધિક મામલતદાર એસ.એસ. રાવલીયા, ફોરમ કુબાવતના માર્ગદર્શન હેઠળ શિરસ્તેદાર એમ.જે. ધારવીયા, મે.સ. પી.જી. રાઠોડ દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન પંચો યાકુબ વહેવારીયા, અખ્તર હુશેન વાગીન્દા (મુન્નાભાઇ બાદશાહ) પ્યારઅલી સમનાણી, વસીમભાઇ દરજાદા, હાજી ઇબ્રાહીમ સોલંકી વિગેરે હાજરી આપી હતી.