Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરકૃષ્ણમણિ મહારાજના જન્મદિને કેબિનેટ મંત્રી સહિતના અગ્રણીઓએ આશિર્વાદ મેળવ્યા

કૃષ્ણમણિ મહારાજના જન્મદિને કેબિનેટ મંત્રી સહિતના અગ્રણીઓએ આશિર્વાદ મેળવ્યા

કેબિનેટમંત્રી રાઘવજીભાઇ પટેલ, મુળુભાઇ બેરા, ધારાસભ્યો રિવાબા જાડેજા, દિવ્યેશભાઇ અકબરી સહિતના ઉપસ્થિત રહ્યાં

- Advertisement -

જામનગર શહેરમાં વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓની સાથે સાથે શિક્ષણ, સમાજ સેવા સહિતના લોક કલ્યાણકારી કામો કરતી શહેરની સુપ્રસિધ્ધ ધાર્મિક સંસ્થા 5-નવતનપુરીધામ ખિજડા મંદિરના ગાદીપતિ પ્રણામી ધર્માચાર્ય કૃષ્ણમણિ મહારાજનો ગઇકાલે 59મો જન્મદિવસ હતો. તેમના જન્મદિવસની ખંભાળિયા ગેઇટ નજીક આવેલા ખિજડા મંદિરમાં પ્રણામી ધર્મના અનુયાયો દ્વારા વિવિધ કાર્યક્રમો સાથે કૃષ્ણમણિ મહારાજનો જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. સવારે ગુરુવંદના, રક્તદાન કેમ્પ સહિતના આયોજનો યોજાયા હતાં. જેમાં ભારતભરમાંથી પધારેલા સંતો-મહંતો, વરિષ્ઠ અનુયાયો વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં. ત્યારે કૃષ્ણ પ્રણામી સંપ્રદાયના આચાર્ય 108 કૃષ્ણમણિ મહારાજના 59માં જન્મદિવસ પ્રસંગે રાજ્યના કેબિનેટ કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલ, વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા ઉપરાંત જામનગર ઉત્તરના ધારાસભ્ય રિવાબા જાડેજા, જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, સ્ટે. ચેરમેન મનિષભાઇ કટારીયા, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા, શહેર ભાજપ મહામંત્રી મેરામણભાઇ ભાટુ, પૂર્વ મંત્રી અને પૂર્વધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહી કૃષ્ણમણિ મહારાજના આશિર્વાદ મેળવ્યા હતાં.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular