Monday, December 23, 2024
Homeરાજ્યટાટાકેમ ડીએવી પબ્લિક સ્કુલ દ્વારા વાર્ષિક સન્માન સમારોહ યોજાયો

ટાટાકેમ ડીએવી પબ્લિક સ્કુલ દ્વારા વાર્ષિક સન્માન સમારોહ યોજાયો

- Advertisement -

ટાટાકેમ ડીએવી પબ્લિક સ્કૂલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત મુખ્ય મહેમાન અને શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ ટી.સી.એલ.ના સીએમઓ એમ.કામથ દ્વારા દિપ પ્રાગટય સાથે કરવામાં આવી હતી. આ તકે રજની કામથ, એમ.એચ.એસ.ના પ્રિન્સીપાલ નિરવ જોશી, મીઠાપુર ટીસીએલના એકઝીકયુટીવ સમીર શાહ, સેન્ટ મેરી સ્કૂલ ભીમરાણાના પ્રિન્સીપાલ સીજો અલપ્પડન વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં. પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત કર્યા બાદ શાળાના આચાર્ય રાજેન્દ્રકુમાર શર્માએ શાળાનો પ્રગતિ અહેવાલ રજૂ કર્યો હતો. શાળા દ્વારા શિક્ષણ ક્ષેત્રે ગુણવતા માટે કરવામાં આવી રહેલા પ્રયાસોની સાથે સાથે અભ્યાસ ક્રમ અને સહઅભ્યાસિક સ્પર્ધાની માહિતી આપવામાં આવી હતી. તેમણે વિદ્યાર્થીઓ માટે સુવિધા વધારવા માટે એસએમસી તરફથી મળતા સમર્થનની માહિતી પણ આપી હતી.

- Advertisement -

આ કાર્યક્રમમાં શૈક્ષણિક અને સહઅભ્યાસિક ક્ષેત્રે અલગ-અલગ સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને મુખ્ય મહેમાનોને અન્ય મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર અને સ્મૃતિ ચિન્હ આપીને સન્માનિત કરાયા હતાં. સહ શાળાકીય સ્પર્ધાઓમાં શાળાના ચાર ગૃહો ગંગ, યમુના, કાવેરી અને કૃષ્ણા વચ્ચે સમગ્ર વર્ષ દરમિયાન જંગ ખેલાયો હતો અને ક્રિષ્ના હાઉસે પ્રથમ અને કાવેરી હાઉસે દ્વિતિય સ્થાન મેળવ્યું હતું. મુખ્ય અતિથીએ શાળાની સર્વાંગી પ્રગત્તિ બદલ ખુશી વ્યકત કરી બન્ને વિજેતાઓને ટ્રોફી આપી સન્માનિત કર્યા હતાં તેમણે ટીસીએલ મેનેજમેન્ટ તરફથી શાળાને સંપૂર્ણ સહકારની ખાત્રી આપી વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતાં. કાર્યક્રમના સમાપન પ્રસંગે શિક્ષક મમતા વૈષ્ણવે આભારવિધિ કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular