Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતચાર્જિંગમાં મૂકાયેલી 20 જેટલી પિંક ઇ-રિક્ષામાં આગ ફાટી નિકળી

ચાર્જિંગમાં મૂકાયેલી 20 જેટલી પિંક ઇ-રિક્ષામાં આગ ફાટી નિકળી

ચાર્જિંગમાં પોઇન્ટથી 35 ફૂટ દૂર પાર્કિંગમાં પડેલી રિક્ષાઓમાં અચાનક જ આગ લાગી

- Advertisement -

નર્મદા જિલ્લાના એકતાનાગર કેવડિયામાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે ઈ-કાર અને ઈ- રિક્ષાઓની સુવિધા તંત્ર દ્વારા ઊભી કરવામાં આવી છે. જ્યાં ત્યાં આવતાં પ્રવાસીઓને પોતાનાં વાહન સ્ટેચ્યુ ઓફ યુનિટીથી 7 કિલોમીટર દૃૂર પાર્ક કરીને ત્યાંની લોકલ બસ અથવા ઈ-રિક્ષાનો ઉપયોગ કરવો પડે છે. પિંક ઈ-રિક્ષાઓ એકતાનગરીમાં 100 જેટલી ફરે છે. ત્યારે ગતરાત્રિના ચાર્જિંગ પોઇન્ટથી 35 ફૂટ દૃૂર પાર્કિંગમાં પડેલી રિક્ષાઓમાં અચાનક જ આગ લાગી અને 20 જેટલી ઈ-રિક્ષાઓ બળીને ખાખ થઈ ગઈ છે.

- Advertisement -

બુધવારે રાતે એસઓયુ પરિસર બંધ થયા બાદૃ ચાર્જિગ સ્ટેશનથી 35 ફૂટ દૃૂર પાર્કિંગમાં 20 ઇ-રિક્ષા મૂકી હતી. ગુરુવારે મળસકે આશરે 3 વાગ્યાના સુમારે એકાએક રિક્ષા સળગવા લાગી હતી અને જોતજોતામાં તમામ પિંક ઇલેક્ટ્રિક રિક્ષા ભડકે બળી કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી. સાગમટે 20 રિક્ષા સળગી ઊઠવાની જાણ થતાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સત્તા મંડળ અને ફાયર બ્રિગેડ સહિત પોલીસ તંત્ર દૃોડતું થઈ ગયું હતું. હાલ તો હાઈ વોલ્ટેજના કારણે ચાર્જમાં મૂકેલી રિક્ષા બળીને ખાખ થઈ ગઈ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહૃાું છે. જોકે ટેક્નિકલ અને નિષ્ણાતોની ટીમ ઘટના હાઈ વોલ્ટેજ, બેટરી ફાટવા કે ઓવર ચાર્જિંગના લીધે ઘટના બની તેની તપાસ કરી રહી છે. વધુમાં કોઈ અનિચ્છનીય બનાવ કે ભાંગફોડિયા તત્ત્વ દ્વારા પણ આ કૃત્ય કરાયું છે કે નહીં તે દિૃશામાં પણ તપાસ ચલાવાઈ રહી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સ્ટેચ્યુ ઓફ યુનિટીના વહીવટીતંત્ર તરફથી જણાવવામાં આવ્યું છે કે, ગતરાત્રિએ અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગવા દૃરમિયાન રિક્ષાઓ ચાર્જિંગ સ્ટેશનથી 30-35 ફુટ દૃૂર પાર્કિંગમાં રાખવામાં આવી હતી તે દૃરમિયાન આગ લાગી હતી. ત્યારે સમગ્ર બાબતે કેટો કંપનીના પ્રતિનિધિએ કેવડિયા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદૃ આપી છે અને કેવડિયા પોલીસ દ્વારા આગળની વધુ તપાસ હાલ ચાલી રહી છે. પોલીસ દ્વારા એફએસએલની મદદ લઇને વૈજ્ઞાનિક ઢબે પણ તપાસ ચાલુ કરાઇ છે. આ ઉપરાંત કેટો કંપનીના તજજ્ઞો દ્વારા પણ તપાસ હાથ ધરાઇ છે.

- Advertisement -

વિશ્ર્વ પર્યાવરણ દિૃવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ કેવડિયા એસઓયુ હાલના એકતાનગરને દેશની પહેલું ગ્રીન અને ઇલેક્ટ્રિક શહેર જાહેર કર્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળ દ્વારા આ અંગે વર્કશોપ, સર્વિસ સ્ટેશન બનાવી મહિલાઓને પિંક ઇ-રિક્ષા ચલાવવાની તાલીમ પણ અપાઈ હતી. જે બાદૃ કવિક અને હાઈ વોલ્ટેજ ચાર્જના ઇ-સ્ટેશનો પણ ઠેર ઠેર સ્થાપિત કરી તબક્કાવાર એસઓયુ કેવડિયામાં 25-25 કરી ઇ-રિક્ષાઓ પ્રવાસીઓ માટે દૃોડતી કરવામાં આવી હતી. જે પિંક રિક્ષા મહિલાઓ જ ચલાવી રહી છે. આજે કેવડિયા ઇસિટીમાં 100થી વધુ ઇ-રિક્ષા પ્રવાસીઓ માટે દૃોડી રહી છે.અત્રે ઉલ્લેખનિય છે કે, આ પિંક રિક્ષાઓ અહીંયા જે આપવામાં આવી છે તેની ગુણવત્તા સામે પ્રશ્ર્ન ઊભો થયો છે. પહેલાં પણ રિક્ષાઓમાં ચાર્જિંગ સમયે આગ લાગવાની ઘટનાઓ સામે આવી હતી અને એકવાર અકસ્માતમાં પલટી ખાઈ જતા બધા સ્પેરપાટર્સ પણ અલગ થઈ ગયા હતા. ત્યારે આ પિંક રિક્ષા હાલમાં એકતાનગરમાં એક જોખમ સ્વરૂપ બની છે. જો ચાલુમાં પ્રવાસીઓ બેઠા હોય અને અચાનક આગ લાગી જાય તો મોટી જાનહાનિ સર્જાય એમાં કોઈ નવાઈ નથી. એટલે આ પિંક રિક્ષા સામે અનેક સવાલો ઊઠી રહૃાા છે. ત્યારે સરકાર આ કોન્ટ્રકટ રદ્દ કરી ગુણવત્તાવાળી રિક્ષાઓ મંગાવે એવી પણ હાલ અધિકારીઓ ચર્ચા કરી રહૃાા છે.

આ ઘટના વિશે એક પ્રવાસી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, આ ઘટના બની એ ખૂબ જ દૃુ:ખદૃ ઘટના છે. સુરક્ષાની રીતે ગવર્નમેન્ટે આ ઘટના પર થોડૂં ધ્યાન આપવું જોઈએ. આ જે ઈ-રિક્ષાઓ ચાલે છે, જેમાં કોઈ પેસેન્જર બેઠા હોય અને ઘટના બને અને સાંજે કોઈ આપણું અંગત ઘરે ન પહોંચે તો બહુ દૃુ:ખ થાય માટે આવી ઘટના ન બને તે માટે સરકારે કડક પગલાં લેવાં જોઈએ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular