જામનગરના કિશાન ચોક વિસ્તારમાં જાહેરમાં વર્લી મટકાના આંકડા લખી પૈસાની હારજીત કરતાં બે શખ્સોને પોલીસે રૂા. 12950ના મુદામાલ સાથે ઝડપી લઇ વધુ પૂછપરછ હાથ ધરી હતી.
જુગાર દરોડાની વિગત મુજબ જામનગર શહેરમાં કિસાન ચોક વિસ્તારમાં માલદે ભુવનના ડેલા પાસે જાહેરમાં વર્લી મટકાના આંકડા લખી પૈસાની હાર-જીત કરતાં નિખીલ વિજય નંદા, પરાગ ભરત નાખવા નામના બે શખ્સોને એલસીબીની ટીમે સ્ટાફે રેઇડ દરમ્યાન રૂા. 10950 ની રોકડ અને 2,000ની કિંતનો એક મોબાઇલ મળી કુલ રૂા. 12950ના મુદામાલ સાથે ઝડપી લઇ સીટી એ ડિવીઝનને સોંપવા તજવીજ હાથ ધરી હતી.