મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય સરકાર તરફથી જિલ્લા કક્ષાના પ્રશ્ર્નો/ફરિયાદ માટે લોકોએ ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર સુધી ન જવું પડે તે માટે જિલ્લા કક્ષાએ ‘જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ’ કાર્યક્રમનું આયોજન કરવા સૂચન કરવામાં આવે છે. જે અંતર્ગત જામનગર જિલ્લા ખાતે આગામી તા.26 જાન્યુઆરી 2023ના રોજ રોજ ‘જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવેલ હતું. પરંતુ 26-1-2023 ના રોજ પ્રજાસત્તાક દિનની ઉજવણી યોજાનાર હોવાથી જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવેલ છે. જેની સર્વે અરજદારોએ નોંધ લેવા નિવાસી અધિક કલેક્ટરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.