જામનગર શહેર-કોંગ્રેસ દ્વારા કોંગે્રસ પક્ષના 138 માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા ધ્વજવંદન કરી તેમજ કાર્યાલય ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે વિરોધ પક્ષના નેતા આનંદભાઈ રાઠોડ, કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી સહારાબેન મકવાણા, સંગઠન મહામંત્રી ભરતભાઈ વાળા, મનોજભાઈ કથીરિયા, કોર્પોરેટરો રચનાબેન નંદાણિયા, ધવલભાઈ નંદા ઉપરાંત આનંદભાઈ ગોહિલ, સંગઠનના હોદ્ેદારો પ્રવિણભાઇ જેઠવા, અતુલભાઈ પ્રજાપતિ, રામભાઈ આહિર, યુવક કોંગ્રેસ પ્રમુખ તૌસિફખાન પઠાણ, રવિભાઈ ગોહિલ તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.