મંદીની આશંકા અને અન્ય પડકારો છતા ભારત જાન્યુઆરી-જુલાઈ 2022 દરમિયાન સ્ટાર્ટ અપ યુનિકોર્ન (એક અબજ ડોલરથી વધુ મૂલ્યાંકન)ના મામલામાં ચીનને પાછળ છોડવામાં ભારત સફળ રહ્યું છે. પહેલા કોરોના મહામારી ત્યારબાદ રશિયા-યુક્રેન યુધ્ધથી પેદા થયેલા પડકારોએ દુનિયાભરમાં મોંઘવારી, બેરોજગારી અને આર્થિક વિકાસના મોરચે ઘણી મુસીબતો ઉભી કરી દીધી છે. પરિસ્થિતિ એ છે કે અમેરિકા અને યુરોપ જેવી વિકસિત અર્થ વ્યવસ્થાઓ મંદીમાં ફસાવવાની અણી પર છે. આ પડકારો વચ્ચે મજબૂત આર્થિક અને પાયાના માળખાની વ્યવસ્થાના જોરે ભારત આવી હાલતમાં પણ સૌથી વધુ ઝડપથી આગળ વધી રહ્યો છે.
ચાલુ નાણાકીય વર્ષથી પહેલી અને બીજી ત્રિમાસિકમાં ભારતનો વિકાસ દર ક્રમશ: 13.5 ટકા અને 6.3 ટકા રહ્યો છે જે દુનિયાભરમાં સૌથી તેજ છે.
મોંઘવારીના હિસાબે આ વર્ષ ઘણુ પડકારભયુર્ં રહ્યું. રશિયા યુક્રેન યુધ્ધ બાદથી વૈશ્ર્વિક સ્તરે કાચા તેલ ક્રુડ ઓઈલ અને અન્ય કોમોડીટીની વધેલી કિંમતે આ વર્ષે જાન્યુઆરીથી ઓકટોબર દરમિયાન સામાન્ય લોકોથી માંડીને ઉદ્યોગ સુધીનાને પરેશાન કર્યા છે. જો કે રીટેલ મોંઘવારીના મોરચે 10 મહિના બાદ થોડી રાહત મળી છે.
આશંકા અને અન્ય પડકારો છતા ભારત જાન્યુઆરી જુલાઈ 2022 દરમિયાન સ્ટાર્ટઅપ યુનિકોર્ન (એક અબજ ડોલરથી વધુ મૂલ્યાંકન)ના મામલામાં ચીનને પછાડવામાં ભારત સફળ રહ્યું હતું.
આ સમયગાળામાં દેશમાં 14 સ્ટાર્ટઅપ યુનિકોર્ન બન્યા જયારે ચીનમાં આ આંકડો 11 રહ્યો. હાલ દેશમાં 108 યુનિકોર્ન છે. આ મામલે અમેરિકા ચીન બાદ ભારત ત્રીજા ક્રમે છે. જોકે યુનિકોર્ન બનવા ફંડીંગ મળવાની ગતિ ગત વર્ષની તુલનામાં 2022માં ઓછી રહી છે.