Monday, December 23, 2024
Homeરાજ્યહાલારઓખા પીજીવીસીએલ કચેરીએ વીજ પુરવઠો મેળવવામાં પ્રતિવાદીઓ મારફત અડચણ કે અટકાયત કરાવે...

ઓખા પીજીવીસીએલ કચેરીએ વીજ પુરવઠો મેળવવામાં પ્રતિવાદીઓ મારફત અડચણ કે અટકાયત કરાવે નહીં તેવો વચગાળાનો મનાઈ હુકમ

- Advertisement -

આરંભડા ગામના રહીશ જગદીશ નૌતમલાલ વ્યાસએ તેમના માતા સ્વ. જસુમતીબેન નૌતમલાલ વ્યાસએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા જિલ્લાના આરંભડા ગામના બિનખેતી રેવન્યુ સર્વે નં.92 વાળી જેના પ્લોટ નં.5 પૈકી ઉત્તર પશ્ચિમ તરફના ભાગને સબ પ્લોટ 25’37.5’ જેના ચોરસફુટ 937.50 જેના ચોમી 87.10 વાળો સબપ્લોટ રવિદાસ તુલસીદાસ દુધરેચિયાવાળા પાસેથી વેચાણ દસ્તાવેજ નં.1401 થી તા.13/09/1991 ના રોજ ખરીદ કરેલ છે. અને ત્યારબાદ આ સદરહુ સબ પ્લોટ વાદીની માતાના સ્વતંત્ર માલિકી અને કબ્જા ભોગવટાનો થયેલ છે અને આ સદરહુ સબ પ્લોટમા ગ્રાઉન્ડ ફલોરમાં એક 3 રૂમ રસોડું, પાણીનો ટાંકો તેમજ સંડાસ બાથરૂમ બનાવેલ હતું અને આ કામના જગદીશ નૌત્મલાલ વ્યાસએ ઉપરના ભાગે એક રૂમ, રસોડું બનાવેલ છે. તેમજ પ્રતિવાદી નં.2 એ એક રૂમ, રસોડું બનાવેલું છે અને જગદીશ નૌતમલાલ વ્યાસ તેમજ પ્રતિવાદી નં.2 હિમાંશુ નૌતમલાલ વ્યાસના સંડાસ-બાથરૂમ સંયુકત રીતે બનાવેલ છે અને આ કામના વાદી જગદીશ નૌતમલાલ વ્યાસ તેમજ પ્રતિવાદી નં.1 કપીલ નૌતમલાલ વ્યાસ તથા પ્રતિવાદી નં.2 હિમાંશુ નૌતમલલા વ્યાસપોત પોતાના નામે પ્રતિવાદી નં.3 પીજીવીસીએલ પાસેથી લાઈટ કનેકશન મેળવેલ છે અને આ કામના અમો વાદીએ જ્યારે લાઈટકનેકશન તા.11/09/1995 ના આરંભડા તલાટી દાખલો અપ્યો અને ત્યારે વાદી જગદીશ નૌતમલાલ વ્યાસના ગુજરનાર માતા જશુમતીબેન નૌતમ લાલ વ્યાસએ સહમતિ આપેલ ત્યારબાદ વાદીએ આ સદરહુ જગ્યામાં લાઈટ કનકેશન મેળવેલ છે.

- Advertisement -

આ કામના વાદી જગદીશ નૌતમલાલ વ્યાસ તેમજ પ્રતિવાદી નં.2 હિમાંશુ નૌતમલાલ વ્યાસ તથા પ્રતિવાદી નં.3 ના ઓખાનગર પાલિકામાં વેરાઓ ભરે છે અને આ કામના વાદી (જગદીશ નોતમલાલ વ્યાસ) તેમજ પ્રતિવાદીઓ એક બીજા કબજા ભોગવટો ધરાવે છે અને આ કામના વાદી (જગદીશ નૌતમલાલ વ્યાસ)ના ઓખાનગર પાલિકા આકરણી નં.6743 વોર્ડ નં.1 થી જેનો નવો મિલકત નં.2016743 વેરાઓ ભરે છે તેમજ વાદી (જગદીશ નૌતમલાલ વ્યાસ) પ્રતિવાદી નં.3 પીજીવીસીએલ ઓખાના ગ્રાહક છે અને આ કામના પ્રતિવાદી નં.1 કપીલ નૌતમલાલ વ્યાસએ તેમના માતા પાસે વિલ બનાવી ત્યારબાદ જગદીશ નૌતમલલા વ્યાસનું હેરાન પરેશાન કરતા હોય તેમજ પીજીવીસીએલ કચેરીમાં મીટર કનેકશન કપાવવા અરજી કરી હતી. ત્યારબાદ પીજીવીસીસીએલ દ્વારા કનેકશન કાપવા અંગે નોટિસ થતા વાદીએ ઓખાની અદાલતમાં વાદીનું મકાનનું લાઇટ કનેકશન પ્રતિવાદીઓ દ્વારા કાપવા કે કપાવવામાં ન આવે તે માટે થઈને ઓખાની અદાલતમાં દાવો કર્યો તેમજ વગચાળાના મનાઈ હુકમ મેળવવા અરજી કરી હતી. જેમાં ઓખાની અદાલતે વાદીની વચગાળાની અરજી મંજૂર કરી આરંભડા ગામના રહીશ જગદીશ નૌતમલાલ વ્યાસનું ઓખા જાતે કે કોઇના મારફત કોઇપણ હરકત, અડચણ કે અટકાયત કરે કરાવે નહીં તેવો પ્રતિવાદીઓ વિરૂધ્ધ દાવો ચાલતા સુધીના વચગાળાનો મનાઈ હુકમ ફરમાવેલ છે. જેમાં વાદી જગદીશ નૌતમલાલ વ્યાસ તરફે વકીલ જયેન્દ્ર એચ. ચોકસી તથા મહેન્દ્રસિંહ જી. જાડેજા વકીલ એન્ડ નોટરી રોકાયેલા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular