Friday, October 18, 2024
Homeબિઝનેસકંપનીઓની છેતરપિંડી રોકવા પગલું : સરકારી પોર્ટલ પર જાહેર કરવી પડશે વેચાણ...

કંપનીઓની છેતરપિંડી રોકવા પગલું : સરકારી પોર્ટલ પર જાહેર કરવી પડશે વેચાણ પછીની સેવા

- Advertisement -

કાર, મોબાઈલ હેન્ડસેટ, ફ્રીજ, ટીવી સહિતના ક્ધઝયુમર ગુડઝ જેવી ચીજોની ખરીદીમાં ગ્રાહકોને વેચાણ પછીની સર્વિસના અધિકારો અપાવા અને કંપનીઓની છેતરપીંડીથી બચાવવા કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવ્યું છે અને હવે કંપનીઓ માટે વેચાણ પછીની ગ્રાહકોની સુરક્ષા અધિકારોને સરકારી પોર્ટલ પર જાહેર કરવાનું ફરજીયાત બનાવવામાં આવ્યું છે. તૂર્તમાં આ નિયમ લાગુ થઇ જશે અને વિવિધ માહિતી સરકારી પોર્ટલ પર ઉપલબ્ધ બનવા લાગશે. કેન્દ્ર સરકારના સુત્રોએ જણાવ્યું કે, ક્ધઝયુમર ગુડઝ કાર, મોબાઈલ હેન્ડસેટ જેવા ઉત્પાદકોએ વેચાણ પછીની સર્વિસની માહિતી વેબસાઈટ પર આપવાનું ફરજીયાત બનશે. જેમાં સર્વિસની સમયમર્યાદા, સર્વિસ સેન્ટરોના સરનામા, સ્પેરપાર્ટસ ઉપલબ્ધતા વગેરે માહિતીનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે કોઇપણ કાર ઉત્પાદક ભારતમાં મોડલ લોન્ચ કરે ત્યારે કંપનીએ એ દર્શાવવું પડશે કે ગ્રાહકને કેટલા વખત સુધી વેચાણ પછીની સેવા આપશે અને તેના સ્પેરપાર્ટસ ઉપલબ્ધ હશે કે કેમ ? આવતા થોડા સપ્તાહમાં સરકારી વેબસાઈટ તૈયાર થઇ જશે અને તેમાં કંપનીઓને આ માહિતી આપવાનું ફરજીયાત બનશે. કાર, મોબાઈલ હેન્ડસેટ, ક્ધઝયુમર ગુડઝ ઉપરાંત કૃષિ સાધનો, ટેબ્લેટ, ઓટો ઇક્વીપમેન્ટ વગેરેનું ઉત્પાદન કરતી કંપનીઓ માટે પણ આ નિયમ ફરજીયાત બનશે. સરકારી પોર્ટલ પર કંપનીઓએ સેલ્ફ રિપેર મેન્યુઅલ અપલોડ કરવા પડશે. આ પોર્ટલનું સંચાલન ગ્રાહક બાબતોના મંત્રાલય દ્વારા કરવામાં આવશે. સુત્રોના કહેવા પ્રમાણે મોંઘા ભાવની ચીજવસ્તુઓની ખરીદી કરતા ગ્રાહકોને ત્યારબાદ સર્વિસ સપોર્ટ અને યોગ્ય રિપેરીંગ સવલતોના અધિકાર અપાવવા માટે કેન્દ્ર સરકારે આ પહેલ કરી છે. રિપેરીંગમાં કંપનીઓની મોનોપોલી દૂર કરવાનો પણ અને ગ્રાહકોને પસંદગી મુજબ રિપેરીંગની સુવિધા આપવાનો આશય છે. સરકાર નિયુક્ત કમિટી દ્વારા સમગ્ર માળખુ તૈયાર કરવામાં આવી રહ્યુ છે. કમિટીએ એવો પણ નિર્દેશ આપ્યો છે કે કોઇપણ પ્રોડક્ટમાં ગ્રાહક કંપની સિવાયના સર્વિસ સેન્ટર પર રિપેરીંગ કરાવે ત્યારબાદ કંપનીઓ વોરંટીનો સ્વીકાર કરતી નથી. આ બાબતે પણ ગ્રાહકોને અધિકાર આપવાનો ઉદ્દેશ્ય છે. સરકારે અગાઉ એવો ગર્ભિત ઇશારો કર્યો જ હતો કે સંખ્યાબંધ પ્રોડક્ટોના ઉત્પાદકો એવી ચીજો બનાવવા લાગ્યા છે કે તે નિશ્ચિત સમયગાળા સુધી જ ચાલે અને ત્યારબાદ ગ્રાહકે ફરજીયાતપણે નવા ખરીદવા પડે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular