ખંભાળિયાના નવી વાડી વિસ્તારમાં રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા ગોપાલભાઈ વાલજીભાઈ નકુમની અત્રે ઘી નદી પાસેના બારપુલ નજીકની નદીમાં રાખવામાં આવેલી કેબલ સાથેની પાણીની મોટર કોઈ તસ્કરો ચોરી કરીને લઈ ગયાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. ઈલેક્ટ્રીક મોટર તથા કેબલની કુલ કિંમત રૂપિયા 17,000 ગણવામાં આવી છે.
આ જ રીતે રાત્રે ઘી ડેમ પાસે એક મંદિરની બાજુમાં બેઠા પુલ પાસેની નદીમાંથી અત્રે શિરૂવાડી – શક્તિનગરમાં રહેતા નિલેશભાઈ સવદાસભાઈ કછટીયાની તથા તેમના કાકાની માલિકીની કેબલ સાથેની રૂ. 14,500 ની કિંમતની ઇલેક્ટ્રીક મોટર ખુલ્લી નદીમાંથી કોઈ તસ્કર ચોરી કરીને લઈ ગયાની પણ ફરિયાદ નોંધાઈ છે. જે સંદર્ભે ખંભાળિયા પોલીસ મથકમાં આઈ.પી.સી. કલમ 379 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. વધુ તપાસ પી.એસ.આઈ. નોયડા ચલાવી રહ્યા છે.