ઉત્તર ભારતમાં આજે પણ ઠંડી અને ધુમ્મસને કારણે દ્રશ્યતા ઘટી જતાં રોડ ટ્રાફિક અને રેલ સેવાઓને અસર થઇ હતી. કાશ્મીરમાં આજથી 40 દિવસની ચિલ્લાઇ કલાનની શરૂઆત થઇ ગઇ છે.
જમ્મુ-કાશ્મીરમાં આજથી ચિલ્લાઇ કલાનની શરૂઆત થઇ જતાં મોટા ભાગના ક્ષેત્રોમાં લઘુતમ તાપમાન શૂન્યથી નીચે નોંધવામાં આવ્યું હતું. શ્રીનગરમાં લઘુતમ તાપમાન 4.2 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.
અત્યારે તા. 22 ના રાત્રે 1 વાગે કાશ્મીરના શ્રીનગર ખાતે માઇનસ બે ડિગ્રી ઉષ્ણતામાન પ્રવર્તે છે. આવતીકાલે દિવસ દરમિયાન આઠ ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણતામાન રહેશે તેવી સંભાવના ગઈકાલે 21 તારીખે શ્રીનગરમાં મીનીમમ ટેમ્પરેચર માઇનસ 4.2 ડિગ્રી હતું જ્યારે ગુલમર્ગ 4.6, પહેલગામ માઇનસ 6.2 અને કારગીલમાં માઇનસ 11.2 ડીગ્રી તથા પડુમ માં માઇનસ 20.4 ડિગ્રી સેલ્સિયસ જેવી કાતિલ ઠંડી હતી.
અત્યારે તા. 22 ના રાત્રે 1 વાગે કાશ્મીરના શ્રીનગર ખાતે માઇનસ બે ડિગ્રી ઉષ્ણતામાન પ્રવર્તે છે. આવતીકાલે દિવસ દરમિયાન આઠ ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણતામાન રહેશે તેવી સંભાવના દર્શાવાય છે. ગઈકાલે 21 તારીખે શ્રીનગરમાં મીનીમમ ટેમ્પરેચર માઇનસ 4.2 ડિગ્રી હતું જ્યારે ગુલમર્ગ 4.6, પહેલગામ માઇનસ 6.2 અને કારગીલમાં માઇનસ 11.2 ડીગ્રી તથા પડુમ માં માઇનસ 20.4 ડિગ્રી સેલ્સિયસ જેવી કાતિલ ઠંડી હતી.