જામનગર શહેરમાં દિગ્જામ સર્કલ પાસે બોલાવી પત્નીને ફડાકો મારી અપશબ્દો કહી પતાવી દેવાની ધમકી આપી આપ્યાના બનાવમાં પત્નીએ પતિ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં અંધાશ્રમ આવાસ રૂમ નં.3 માં રહેતી રજનીબેન કટારિયા નામની મહિલાને મંગળવારે બપોરના સમયે તેના પતિ કિશન ચના કટારિયાએ ફોન કરીને દિગ્જામ સર્કલ પેટ્રોલ પંપ પાસે બોલાવી હતી. જ્યાં કિશને તેની પત્નીને ફડાકો મારી અપશબ્દો કહી પતાવી દેવાની ધમકી આપી હતી. પતિએ જાહેરમાં ફડાકો મારી ધમકી આપતા પત્ની રજનીબેન પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે એએસઆઈ એચ.જે. પરિયાણી તથા સ્ટાફે પતિ કિશન કટારિયા વિરુધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.