Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા

ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા

- Advertisement -

ફરિયાદી સહદેવસિંહ અનોપસિંહ વાઢેર મિત્રતાના દાવે રૂા.90 હજાર ઐયાઝ હુશેનભાઇ કુરેશીને હાથ ઉછીની રકમ આપી હતી. તે લેણી રકમની ચુકવણી પેટે આરોપીએ ફરિયાદીને ચેક આપ્યો હતો. સદરહુ ચેક રિટર્ન થતા ફરિયાદીએ વકીલ રેવતુભા એમ. ચુડાસમા મારફત લીગલ નોટીસ આપી હતી. તેમ છતાં આરોપીએ રકમ ન ચૂકવતા ફરિયાદીએ જામનગર કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.

- Advertisement -

સદરહુ કેસ ત્રીજા એડી. ચીફ જયુડી. મેજી. એ.બી. ભટ્ટની કોર્ટમાં ચાલી જતાં અદાલતે આરોપી ઐયાઝ હુશેનભાઈ કુરેશીને તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદ તથા બમણી રકમનો રૂા.1,80,000 દંડ તથા 9 ટકા વ્યાજ સાથે રકમ ચૂકવવાનો હુકમ કર્યો છે. ઉપરોકત કેસમાં ફરિયાદી તરફે વકીલ રેવતુભા એમ. ચુડાસમા રોકાયેલા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular