જામનગર જિલ્લા પંચાયત કર્મચારી નગર નિર્માણ કો.ઓપ. હાઉસિંગ સોસા. લિ., મહાલક્ષ્મી કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી તથા પંચાયતનગર એજ્યુકેશન એન્ડ સોશિયલ ડેવલોપમેન્ટ ટ્રસ્ટ દ્વારા તા. 18ના રોજ ત્રણેય સંસ્થાના સભાસદ બાળકોએ શૈક્ષણિક વર્ષ 2021-22 દરમિયાન મેળવેલ ઉચ્ચ સિધ્ધિ બદલ મેઘાવી પુરસ્કાર સમારંભ દ્વારા સન્માન કરાયું હતું. આ તકે જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, મેયર બિનાબેન કોઠારી, પોરબંદર જિલ્લા તિજોરી અધિકારી જયશ્રીબેન ગોવાણી, જામનગર શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટ, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ભાયા, શાસનાધિકારી ફાલ્ગુનીબેન, જામનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ક્ષત્રપાલસિંહ જાડેજા તથા તમામ કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં કુલ 197 બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતાં. બાળકોને ઇનામમાં મોમેન્ટો સાથે ગાયનું ઘી આપવામાં આવ્યું હતું. તેમજ દરેક બાળકને પ્રોત્સાહન મળે તે માટે લેપટોપનો ડ્રો કરાયો હતો. જે લેપટોપ જીયા જિગ્નેશભાઇ વૈષ્ણવને લાગતાં તેને અર્પણ કરાયું હતું. કાર્યક્રમનું સંચાલન અમિરાજબા જાડેજા તથા નલિનભાઇ રાજાણીએ કર્યું હતું. તેમ સંસ્થાના પ્રમુખ દેવેન્દ્રસિંહ પરમારની યાદી જણાવે છે.