આજના સમયમાં બાળકોમાં મોબાઇલનું વળગણ ખૂબ વધી રહ્યું છે. મેદાનમાં રમાતી રમતોને બદલે મોબાઇલની રમતોમાં બાળકો વધુ રચ્યા-પચ્યા રહેતા હોય છે. ઇન્ટરનેટ સાથે સતત બાળકો મોબાઇલમાં વ્યસ્ત જોવા મળતાં હોય છે. આવુ જ એક ઉદાહરણ પ્રસ્તુત તસવીરમાં જોઇ શકાય છે. બાળકો લસળપટ્ટીમાં લપસીયા ખાવાના બદલે તેના પર બેસી મોબાઇલ ફોનમાં ગેમ રમી રહેલા જોવા મળે છે. અગાઉના સમયમાં મોબાઇલનો એટલો ક્રેસ ન હતો ત્યારે બાળકો શેરી-ગલીઓમાં ક્રિકેટ, શાપસીડી, લુડો જેવી રમતો રમતા હતાં. તેમજ બગીચાઓમાં હિંચકા ખાતા તેમજ લસળપટ્ટીની મોજમજા માણતા હતાં. પરંતુ મોબાઇલ આવતાં હવે આજના સમયમાં મોબાઇલે બાળકોમાં અજબ પ્રકારનું ઘેલુ લગાડયું છે. એક સમયે શેરી-ગલીઓમાં ક્રિકેટ ઉપરાંત સાપસીડી, લુડો જેવી રમતા બાળકો આજે આવી જ ગેમ મોબાઇલમાં રમવા લાગ્યા છે. મોબાઇલની આ રમતોએ બાળકોને એવું ઘેલુ લગાડયું છે. બાળકો મોબાઇલમાં વ્યસ્ત હોય ત્યારે આજુબાજુમાં શું બની રહ્યું છે ? તેનો પણ ખ્યાલ હોતો નથી. જામનગર શહેરની મધ્યમાં આવેલા લાખોટા તળાવમાં આવેલ બાગ-બગીચાઓમાં બાળકો હિંચકા, લપસીયાની મજા માણતા હોય છે. પરંતુ આજના સમયમાં મોબાઇલની ઘેલછા અને સોશિયલ મિડીયાના કારણે તસવીરમાં દેખાઇ રહ્યું છે. તેમ બાળકો લસળપટ્ટીમાં લપસીયા ખાવાના બદલે તેના પર આરામથી બેસી મોબાઇલ ફોનમાં ગેમ રમતા જોવા મળી રહ્યાં છે. બાળકો બાગ-બગીચામાં હોય, ઘરે ટીવી જોતા હોય તેમ છતાં એક ધ્યાન મોબાઇલમાં લાગેલુ જોવા મળતું હોય છે. બાળકો સતત મોબાઇલની ગેમમાં વ્યસ્ત જોવા મળતાં હોય છે. બાળકોની મોબાઇલ પાછળની આવી ઘેલછા પાછળ કેટલાંક અંશે મા-બાપ તથા પરિવારનો માહોલ પણ જવાબદાર હોય છે. આજે મોબાઇલના કારણે ઘરમાં મા-બાપ પણ અનેક વખત મોબાઇલમાં વ્યસ્ત જોવા મળતાં હોય છે. જેને જોઇને બાળકો પણ તેવું જ અનુકરણ કરતાં હોય છે અને બાળકોમાં પણ મોબાઇલનું વળગણ વધતું જોવા મળી રહ્યું છે.