Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરબાર એસો.ના પ્રમુખ તરીકે ભરતભાઈ સુવા 9મી વખત વિજેતા

બાર એસો.ના પ્રમુખ તરીકે ભરતભાઈ સુવા 9મી વખત વિજેતા

સેક્રેટરી તરીકે મનોજ ઝવેરી અને ઉપપ્રમુખ તરીકે ભરતસિંહ જાડેજા : વિજેતા ઉમેદવારોને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવતા સભ્યો : મોદી-મોદીના નારા વચ્ચે ફટાકડા ફોડી ઉજવણી

- Advertisement -

જામનગર બાર એસો.ના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી, ખજાનચી સહિતના સાત પદ માટે દરવર્ષની માફક ચૂંટણી પ્રક્રિયા યોજાઇ રહી છે. જેમાં પ્રમુખ સહિતના હોદ્દેદારો માટે શુક્રવારે વકીલ મંડળના ખંડમાં સવારે 9:30 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થયો હતો. જે બપોરે 4:30 વાગ્યા સુધીમાં 83 ટકા જેટલું મતદાન થયું હતું. મતદાન સંપન્ન થયા બાદ મત ગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં આ મત ગણતરીના અંતે 8 વખત પ્રમુખ રહેલા અને 9મી વખત પણ પ્રમુખના દાવેદાર ભરતભાઇ સુવા અને વિક્રમસિંહ જેઠવા વચ્ચે જંગ છે. આ વખતે ચૂંટણી જંગમાં ફરી રસાકસી જોવા મળી હતી. આ ઉપરાંત ઉપપ્રમુખ માટે અશોકભાઇ જોશી તથા ભરતસિંહ જાડેજા, સેક્રેટરી પદ માટે જીતેન્દ્ર ગોસાઇ તથા મનોજભાઇ ઝવેરી, જોઇન્ટ સેક્રેટરી પદ માટે દિપ ચંદારાણા, કિશોરસિંહ ઝાલા, રઘુવીરસિંહ કંચવા અને વનરાજસિંહ ચુડાસમા ચૂંટણી જંગમાં મેદાને છે. તેમજ લાયબ્રેરી સેક્રેટરીના પદ માટે અનિલભાઇ પુરી, બ્રિજેશભાઇ ત્રિવેદી અને રોહિતભાઇ મકવાણા તથા ખજાનચીના પદ માટે ચાંદનીબેન પોપટ, જયદેવભાઇ ગોહિલ તથા રુચિરભાઇ રાવલ વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો.

- Advertisement -

મત ગણતરીના અંતે પ્રમુખ તરીકે ભરતભાઈ સુવા 9મી વખત વિજેતા બન્યા હતાં. આ વખતની ચૂંટણીમાં ભરતભાઈ સોમાયતભાઇ સુવાને 604 મત મળ્યા હતાં. જ્યારે ઉપપ્રમુખ તરીકે વિજેતા થયેલા ભરતસિંહ હેમુભા જાડેજાને 403 મત અને સેક્રેટરીના ઉમેદવાર મનોજ સુરેશભાઈ ઝવેરીને 544 મત મળતા વિજેતા જાહેર થયા હતાં તેમજ જોઇન્ટ સેક્રેટરી તરીકે વનરાજસિંહ ચુડાસમાને 289 મત, લાઈબ્રેરી સેક્રેટરી તરીકે બ્રિજેશ ત્રિવેદીને 330 મત તથા ખજાનચી ઋષિરાજ રાવલને 254 મત મળતા વિજયી થયા હતાં.

9મી વખત બાર એસોસિએશન જામનગરના પ્રમુખ બનેલા ભરતભાઈ સુવાને એસોસિએશનના સભ્યો અને વકીલો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં તેમજ તેમની વિજેતા ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી હતી. વિજેતા ઉમેદવારોના ટેકેદારો અને સમર્થકોએ ‘મોદી-મોદીના નારા’ વચ્ચે ફટાકડા ફોડી વિજયની ઉજવણી કરી હતી. બાર એસો.ની ચૂંટણીમાં કે.ડી. ચૌહાણ ચૂંટણી કમિશનર તરીકે, મિહીરભાઇ નંદા, ભરતભાઇ ગોસાઇ તથા વિક્રમસિંહ ગોહિલ જોઇન્ટ ચૂંટણી કમિશનર તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular