ગુજરાતના પાલીતાણા ખાતે આવેલ જૈન મંદિર હુમલાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. પાલીતાણા ખાતે આવેલ જૈન મંદિર હુમલાની જાણ થતાં ગૃહ વિભાગે પણ નોંધ લીધી છે અને હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ઉચ્ચ પોલીસ આધિકારીઓની હાજરીમાં મિટિંગ બોલાવામાં આવી હતી. સુપ્રસિદ્ધ પાલીતાણા શત્રુંજય મહાતીર્થમાં બનેલ હુમલાની ઘટનાને લઈને ગૃહ વિભાગ દ્વારા સમગ્ર મામલે હાઇ લેવલની બેઠક યોજવામા આવી હતી. આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સ યોજઇ હતી. જેમાં હર્ષ સંઘવીએ સમગ્ર ઘટનાની તપાસ કરી આકરી કાર્યવાહીના આદેશ કરવામાં આવ્યા છે.
સુપ્રસિદ્ધ પાલીતાણાના શત્રુંજય મહાતીર્થ માં બનેલ ઘટના સંદર્ભે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરીને સઘન તપાસ હાથ ધરી,કડક પગલાં ભરવા સૂચના આપી હતી. આ બેઠકમાં ઈંૠ, જઙ સહિતના ઉચ્ચ અધિકારીઓ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાયા હતા. જૈન મંદિર હુમલા મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલ આ બેઠકમાં હુમલા અંગે ચર્ચા કરી સમગ્ર વિગત જાણવામાં આવી હતી.
હુમલા અંગે હાલ તપાસ અને પગલાં અંગે પણ હર્ષ સંઘવીને માહિતગાર કરવામા આવ્યા હતા. જેમાં ઉચ્ચ કક્ષાએથી જવાબદારો સામે પગલાં ભરવા ગૃહમંત્રી દ્વારા સંબંધિત વિભાગમાં સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાં ઈંૠ,જઙસહિતના ઉચ્ચ અધિકારીઓ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાયા હતા. આ દરમિયાન પોલીસ અધિકારીઓને સઘન તપાસ હાથ ધરી કડક પગલાં ભરવા સૂચના આપાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.