ટિવટર અને તેના પ્રમુખ ઇલોન મસ્કને કવર કરનારા અનેક નામાંકિત પત્રકારોના ટિવટર એકાઉન્ટ અચનાક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ધ ન્યૂયોર્ક ટાઇમ્સના રેયાન મેક, સીએનએનના ડોની સુલિવન, વોશિંગ્ટન પોસ્ટના ડ્રૂ હારવેલ, મેશેબલના મેટ બાઇન્ડર, ધ ઇન્ટરસેપ્ટના મીકા લી, વોઇસ ઓફ અમેરિકાના સ્ટીવ હર્મન અને સ્વતંત્ર પત્રકારો એ. રુપર, કીથ ઓલ્બરમેન અને ટોની વેબસ્ટરના ટિવટર એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. મસ્કે એક નિવેદનમાં જણાવ્યું છે કે નવા નિયમો મુજબ આ એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મસ્કે વધુમાં જણાવ્યું છે કે સમગ્ર દિવસ મારી ટીકા કરવી તે ઠીક છે પણ ક્યાં સમયે હું ક્યાં છું તે જાણવું અને મારા પરિવારને ખતરામાં નાખવો યોગ્ય નથી.
મસ્કે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ટિવટરના જે ખાતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં મારા રિયલ ટાઇમ લોકેશન શેર કરવામાં આવ્યા હતાં જે ટ્વિટરની શરતોની વિરુદ્ધ છે. મસ્કે વધુમાં જણાવ્યું છે કે ટિવટરના આ ખાતા સાત દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ અગાઉ નવેમ્બરમાં ટિવટરનું અધિગ્રહણ કર્યા પછી મસ્કે કહ્યું હતું કે તે તેમના જેટને ટ્રેક કરનારાઓના ટિવટર એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકશે નહીં.