Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયઅગ્નિ-પ બેલેસ્ટિક પરમાણુ મિસાઇલનું રાત્રિ પરિક્ષણ

અગ્નિ-પ બેલેસ્ટિક પરમાણુ મિસાઇલનું રાત્રિ પરિક્ષણ

અડધી દુનિયા આ મિસાઇલની રેન્જમાં

- Advertisement -

ભારતે અગ્નિ-પ બેલાસ્ટિક મિસાઈલનું રાત્રિ પરીક્ષણ કર્યું હતું. ચીન સાથે સરહદી વિવાદ વચ્ચે ભારતે આ ઈન્ટર કોન્ટિનેન્ટલ મિસાઈલનું સફળ પરીક્ષણ કરીને આક્રમક મેસેજ આપ્યો હતો. આ મિસાઈલની મારક ક્ષમતા પાંચ હજાર કિલોમીટર કરતાં વધારે છે અને આ બેલાસ્ટિક મિસાઈલ સટિક નિશાન ભેદી શકે છે.

- Advertisement -

ભારતની સૌથી શક્તિશાળી મિસાઈલ અગ્નિ-પનું રાત્રિ પરીક્ષણ થયું હતું. ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા સરહદી વિવાદ વચ્ચે ભારતે આ મહાઅસ્ત્રનું પરીક્ષણ કર્યું હતું. પરમાણુ હથિયારથી સજ્જ થવાની ક્ષમતા ધરાવતી આ બેલાસ્ટિક મિસાઈલ ઈન્ટર કોન્ટિનેન્ટલ છે. એટલે કે એક ખંડમાંથી બીજા ખંડમાં જઈને પ્રહાર કરવા સક્ષમ છે.

ભારતની આ મિસાઈલ આખા ચીન અને પાકિસ્તાન પર તો હુમલો કરી જ શકે છે, પરંતુ છેક રશિયા-યુક્રેન-ઈન્ડોનેશિયા જેવા દેશ પણ તેની રેન્જમાં આવી જાય છે. ડીઆરડીઓ અને બીડીએલે સંયુક્ત રીતે આ મિસાઈલને તૈયાર કરી છે. ઓડિશાના કાંઠે અબ્દુલ કલામ ટાપુથી આ મિસાઈલનું રાત્રિ પરીક્ષણ કરાયું હતું. સૌપ્રથમ પરીક્ષણ 2018માં થયું હતું.
50 હજાર કિલોનું વજન, 57 ફૂટની લંબાઈ, છ ફૂટની પહોળાઈ, 8.16 કિ.મી.ની પ્રતિ સેક્ધડ ઝડપ, 1500 કિલોના પરમાણુ હથિયારની વહન ક્ષમતા, 5000 કિ.મી. દૂર સુધી મારક ક્ષમતા, સેટેલાઈટ ગાઈડન્સ સિસ્ટમથી સજ્જ, એક યુનિટની કિંમત અંદાજે 50 કરોડ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular