Tuesday, December 24, 2024
Homeસ્પોર્ટ્સબાંગ્લાદેશ સામે ટેસ્ટમાં ભારતની સ્થિતિ મજબૂત

બાંગ્લાદેશ સામે ટેસ્ટમાં ભારતની સ્થિતિ મજબૂત

શ્રેયસ ઐયર પણ સદી ચૂકયો, અશ્ર્વિને ફટકારી ફીફટી

- Advertisement -

ભારત-બાંગ્લાદેશ વચ્ચે ચટ્ટોગ્રામમાં રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટના બીજા દિવસે ભારતે મજબૂત સ્થિતિ પ્રાપ્ત કરી લીધી છે. બીજા દિવસની લંચ સુધીની રમતમાં ભારતે 7 વિકેટ ગુમાવીને 348 રન બનાવી લીધા છે. દરમ્યાન ગઇકાલે માત્ર 10 રને સદી ચૂકી ગયેલા ચેતેશ્ર્વર પૂજારા બાદ આજે શ્રેયસ એયર પણ 14 રને સદી ચૂકી ગયા હતા. શ્રેયર એયર 86 રન બનાવીને આઉટ થયો હતો. જો કે, આર. અશ્ર્વિને પોતાની 13મી અડધી સદી નોંધાવી છે. આ લખાય છે ત્યારે લંચ બાદની રમતમાં ભારતે સાત વિકેટ ગુમાવીને 375 રન બનાવી લીધા છે. આર. અશ્ર્વિન 56 અને કુલદીપ યાદવ 31 રન બનાવીને બેટિંગ કરી રહયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular