જામનગરમાં રોજગાર કચેરી ખાતે આજરોજ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 5 ખાનગી નોકરીદાતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
પાંચ કંપનીઓમાં 85 જગ્યાઓ ખાલી હોય જે માટે આજરોજ ભરતી મેળો યોજાયો હતો. આઈટીઆઈ કેમ્પસ ખાતે આવેલ રોજગાર કચેરીમાં આયોજિત આ ભરતી મેળામાં 125 ઉમેદવારો ઉ5સ્થિત રહ્યાં હતાં. જેમનું પાંચ ખાનગી નોકરી દાતાઓ દ્વારા ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું અને વધુમાં વધુ યુવકોની નોકરી મળે તે માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો.