જામનગર શહેરમાં ધૂંવાવ નાકાબહાર ગઢની રાંગ પાછળ જાહેરમાં ઘોડીપાસાનો જૂગાર રમતા પાંચ શખ્સોને સિટી એ ડીવીઝન પોલીસે રૂા.10250 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. તેમજ જામનગરના ગોકુલનગર વિસ્તારમાંથી જાહેરમાં તીનપતિનો જૂગાર રમતી પાંચ મહિલાઓને પોલીસે રૂા.11900 ની રોકડ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં ધૂંવાવ નાકા બહાર ગઢની રાંગ પાછળ જાહેરમાં ઘોડીપાસાનો જૂગાર રમતા હોવાની દેવાયત કાંબરીયા, પો.કો. વિક્રમસિંહ જાડેજા, હેકો રવિરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને વરૂણ વસાવા તથા પીઆઈ એમ.બી. ગજજરના માર્ગદર્શન મુજબ પોલીસસ્ટાફે દરોડા દરમિયાન મોઈન ઈકબાલ બકાલી, મકસુદ ઈબ્રાહિમ ખફી, એજાઝ અબ્દુલ મીઠવાણી, ફૈઝલ હસન લાઈ, રીયાઝ હાસમ ચૌહાણ નામના પાંચ શખ્સોને ઘોડીપાસાના બે નંગ અને રોકડ રૂા.10250 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગરના ગોકુલનગર વિસ્તારમાં જાહેરમાં જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન જૂગાર રમતી પાંચ મહિલાઓને રૂા.11900 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.