Tuesday, December 24, 2024
Homeસ્પોર્ટ્સઆર્જેન્ટીના ફાઇનલમાં

આર્જેન્ટીના ફાઇનલમાં

- Advertisement -

ફીફા વર્લ્ડકપ 2022ની પહેલી સેમિફાઇનલમાં આર્જેન્ટિનાની ટીમ સામે ક્રોએશિયાની ટીમ હતી. આ મેચમાં લિયોનેલ મેસ્સીની ટીમે ગત વર્લ્ડકપની રનર્સઅપ ક્રોએશિયાને 3-0થી હરાવીને ફાઈવલમાં પ્રવેશ મેળવ્યો હતો. આ મેચમાં મેસ્સીએ પ્રથમ ગોલ મેચના 34મી મિનિટમાં જ કર્યો હતો.

- Advertisement -

આર્જેન્ટિનાના સ્ટાર ખેલાડી લિયોનેલ મેસીએ પેનલ્ટી કોર્નર પર આ ગોલ કર્યો હતો.ફીફા વર્લ્ડકપ 2022માં મેસ્સીનો આ પાંચમો ગોલ હતો. ફીફા વર્લ્ડકપ ઈતિહાસમાં મેસ્સીના 11 ગોલ થયા હતા . મેચમાં જુલિયન અલ્વારેઝે આર્જેન્ટિના માટે બીજો ગોલ કર્યો હતો. જુલિયન અલ્વારેઝે આ ગોલ 39મી મિનિટે કર્યો હતો. મેચના પ્રથમ હાફના અંત સુધીમાં આર્જેન્ટિનાની ટીમ 2-0થી આગળ હતી. આ પછી બીજા હાફમાં લિયોનેલ મેસીએ પોતાનો બીજો અને 58મી મિનિટે ટીમ માટે ત્રીજો ગોલ ચૂકી ગયો. જો કે લિયોનેલ મેસીએ 69મી મિનિટે જુલિયન આલ્વારેઝને બોલ પાસ કર્યો અને આ યુવા ખેલાડીએ કોઈ ભૂલ ન કરી જુલિયન આલ્વારેઝે તકને ગોલમાં પરિવર્તિત કર્યો હતો અને મેચમાં તેનો બીજો ગોલ હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular