જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડીમાં ઈન્ટરહાઉસ હોકી ટૂર્નામેન્ટ 2022-23 નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં છ હાઉસમાંથી છ ટીમોએ ભાગ લીધો હતો. તમામ છ ટીમોને બે પુલમાં વહેંચવામાં આવી હતી. પુલ એ માં ટાગોર હાઉસ, ગરુડ હાઉસ અને પ્રતાપ હાઉસનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જ્યારે શિવાજી હાઉસ, આંગે્ર હાઉસ અને સરદાર પટેલ હાઉસને પુલ બી માં સામેલ કરવામાં આવ્યાં હતાં.
ગરૂડ હાઉસે ફાઈનલમાં ટાગોર હાઉસને 2-0 થી હરાવીને ચેમ્પીયનશિપ ટ્રોફી જીતી હતી. ટાગોર હાઉસના કેડેટ કુલેશ્ર્વર કુમારને ટૂર્નામેન્ટના ‘બેસ્ટ પ્લેયર’ તરીકે જ્યારે ગરૂડ હાઉસના કેડેટ કાનન શ્યારાને ‘બેસ્ટ ઈમજિંગ પ્લેયર’ તરીકે જાહેર કરવામાં આવ્યાં હતાં. સૈનિક સ્કૂલ બાલાચડીના આચાર્ય કર્નલ શ્રેયશ મહેતાએ વિજેતાઓને ચેમ્પિયનશીપ ટ્રોફી એનાયત કરી હતી. તેમણે ટુર્નામેન્ટ દરમિયાન ખેલદિલી પ્રદર્શિત કરવા બદલ ચેમ્પિયનશીપ ખેલાડીઓ સહિત તમામ સ્પર્ધકોને અભિનંદન પાઠવ્યા હતાં.