Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરટેબલ ટેનિસ કલસ્ટર્સ ટૂર્નામેન્ટમાં જામનગરની ટીમ વિજેતા

ટેબલ ટેનિસ કલસ્ટર્સ ટૂર્નામેન્ટમાં જામનગરની ટીમ વિજેતા

- Advertisement -

હરિયાણા ખાતે યોજાયેલ ટેબલ ટેનિસ કલસ્ટર્સ ટૂર્નામેન્ટમાં જામનગરની તનિષા કટારમલની ટીમ વિજેતા થઈ હતી. આ ટૂર્નામેન્ટમાં તનિષાએ શરૂઆતની મેચો 3-0 લીડથી જીતી ટીમને મજબુતી અપાવી હતી અને આ ટૂર્નામેન્ટમાં વિજેતા થઈ જામનગર ડિસ્ટ્રીકટ ટેબલ ટેનિસ એસોસિએશનનું ગૌરવ વધાર્યુ હતું.

- Advertisement -

જામનગરની ટેબલ ટેનિસ ખેલાડી તનીશા કટારમલ 5 વર્ષથી ટેબલ ટેનિસની પ્રોફેશનલ તાલીમ લઇ રહી છે. હાલમાં જ ગુજરાતમાં યોજાયેલ ચેમ્પીનયશીપ ટૂર્નામેન્ટ દ્વારા અંડર-17 માં આઠમું તથા અંડર-15 માં સાતમા ક્રમનું રેન્કીંગ મેળવી નેશનલમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા માટેની એન્ટ્રી સુનિશ્ર્ચિત કરી છે.

તા.10 ડિસેમ્બરના હરિયાણાના સોનીપત ખાતે યોજાયેલ કલસ્ટર્સ ટૂર્નામેન્ટની ટીમ ઈવેન્ટમાં ગુજરાતની તનીશા કટારમલ તથા તેના ટીમ મેટસ આસામની પ્રાચી મઝૂમદાર, બંગાળની શ્રીધાત્રી રોય તથા હરિયાણાના ગાર્ગી દાંગી એ રાજ્ય કક્ષાએ પ્રથમ સ્થાન મેળવી કલસ્ટર્સ ટૂર્નામેન્ટ માટે નેશનલસ રમવાની તક સુનિશ્ર્ચિત કરી છે. આ વર્ષની કલસ્ટર્સ ટૂર્નામેન્ટ હરિયાણાના સોનીપત ડીસ્ટ્રીકટમાં તા.9 થી તા.12 ડિસેમ્બર 2022 દરમિયાન યોજાઈ હતી. આ ટૂર્નામેન્ટ જામનગરની સ્ટાર ખેલાડી તનીશા એ ઉત્કૃષ્ઠ પ્રદર્શન દેખાડી શરૂઆતની મેચો 3-0 ની લીડથી જીતી ટીમને મજબુતીથી આગળ વધારી હતી. ફાઈનલ રાઉન્ડની મેચો પણ રોમાંચક રહી હતી. ઉલ્લેનીય છે કે, જામનગરની ટેબલ ટેનિસની સ્ટાર ખેલાડી તનીશા હાલ ગુરૂગ્રામમાં ટે્રઈનિંગ લઇ રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular