આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક સમિતિના સભ્ય અને રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક ચેરપર્સન નીતા એમ. અંબાણીએ પી.ટી.ઉષાને ભારતીય ઓલમ્પિક સંઘના નવા અધ્યક્ષ બનવા પર અભિનંદન આપ્યા નીતા અંબાણીએ આને ભારતીય ખેલ જગતમાં વધતી સમાવેશીકરણનું પ્રમાણ જણાવતા ભારતને ગ્લોબલ સ્પોર્ટસનેશન બનવાની દિશામાં છોકરીઓ અને મહિલાઓના નેતૃત્વની પ્રશંસા કરી ભારતના સૌથી સફળ એથ્લીટોમાં સ્થાન ધરાવતા અને વૈશ્ર્વિક સ્તરે ભારતીય ખેલના ધ્વજવાહક પી.ટી.ઉષાને આજે આઈઓએના અધ્યક્ષના રૂપમાં પસંદ કરવામાં આવ્યા છે. પી.ટી.ઉષાની સાથે સાથે નવી કારોબારી સમિતિની પણ પસંદગી કરવામાં આવી છે. પી.ટી. ઉષા ઈતિહાસમાં પહેલી મહિલા અધ્યક્ષ બની છે અને આ પદની અધ્યક્ષતા કરવાવાળી પહેલી એથ્લીટ પણ છે.
આઈઓસીના સભ્ય અને રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક ચેરપર્સન નીતા એમ. અંબાણીએ જણાવ્યું હતું કે, પી.ટી. ઉષાનું ભારતીય ઓલમ્પિક સંઘની પ્રથમ મહિલા બનવા બદલ સ્વાગત કરતા મને ખૂબ જ આનંદ થાય છે. મને ગર્વ છે કે, તેમણે આપણા દેશનું પ્રતિનિધિત્વ કર્યુ અને ભારત માટે કેટલાંય પુરુસ્કાર જીત્યા, એથ્લીટના રૂપમાં તેઓ લાખો લોકોની પ્રેરણા રહી અને મને વિશ્ર્વાસ છે કે, તેઓ આ નવી ભૂમિકામાં પણ નિખરીને આગળ આવશે આ પહેલાં પણ આપણી મહિલા એથ્લીટોએ ભારતને એક ગ્લોબલ સ્પોર્ટસ પાવર હાઉસ બનવામાં નેતૃત્વ પુરુ પાડયું છે અને હવે આઈઓએની કારોબારી પરિષદમાં આટલી બધી મહિલા સભ્યોને જોઇને મને આનંદ થાય છે. હું આઇઓએના તમામ નવનિર્વાચિન સભ્યોને શુભેચ્છા પાઠવું છું અને તેમની સાથે મળીને કામ કરવા ઉત્સુક છું. આ ભારતીય ખેલ માટે ઐતિહાસિક ક્ષણ છે અને આપણા દેશમાં ઓલમ્પિક આંદોલનને મજબુત કરવાની દિશામાં લાંબી છલાંગ છે.
ભારત એક મલ્ટી સ્પોર્ટસ નેશન બને એટલે કે અહીં ઘણી બધી રમત રમવામાં આવે તેના નીતા અંબાણી પ્રબળ સમર્થક છે. તેઓ આ માટે એથ્લીટ ફર્સ્ટ નીતિ અને મહિલા એથ્લીટ તથા પ્રશંસકોના યોગદાનને મહત્વપૂર્ણ માને છે. રિલાયન્સ ફાઉન્ડેશનના સમગ્ર વિકાસને દિશામાં ખૂબ જ મોટા પાયા પર કામ કરી રહ્યું છે જેથી તેમને તમામ પ્રકારની સહાયતા અને સહયોગ મળી શકે જેમાં વિશ્ર્વસ્તરની સુવિધાઓ અને ખેલ વિજ્ઞાન વિશેષજ્ઞોની સહાયતા સામેલ છે.