પર્વતો પર હિમવર્ષાની અસર ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં જોવા મળી રહી છે. પંજાબ, હરિયાણા, દિલ્હી, યુપી, બિહાર, ઝારખંડમાં ઠંડી વધી રહી છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં પણ પારો નીચે ગયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 15 ડિસેમ્બર બાદ ઠંડીમાં વધુ વધારો થશે. સતત પશ્ર્ચિમી પવનોને કારણે હવામાં ભેજનું પ્રમાણ વધવા લાગ્યું છે. પહાડી રાજ્યોમાંથી આવતા પવનને કારણે દિવસે પણ ઠંડી વધી રહી છે. અહીં આંધ્ર પ્રદેશના કેટલાક દક્ષિણી જિલ્લાઓમાં ચક્રવાત માંડુસના કારણે આવેલા વરસાદ અને તોફાન સાથે સબંધિત ઘટનાઓમાં 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે અને 1,000 થી વધુ લોકોને રાહત શિબિરોમાં રાખવામાં આવ્યા છે.
રાજ્ય સરકારના અહેવાલો પ્રમાણે જઙજછ નેલ્લોર અને તિરુપતિ જિલ્લાઓને નાની નદીઓ કંડલેરુ, માનેરૂં અને સ્વર્ણમુખીમાં પાણીના સ્તરમાં અચાનક વધારો થવાને કારણે સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે. જરૂરી સાવચેતીનાં પગલાં લેવા માટે સંવેદનશીલ મંડળો અને ગામોની યાદી વહીવટી તંત્રને મોકલવામાં આવી છે. આજે પણ રાજ્યમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. વરસાદને કારણે 4,647.4 હેક્ટરમાં ફેલાયેલા કૃષિ પાકો અને 532.68 હેક્ટર બાગાયતનો નાશ થયો છે જ્યારે 170 મકાનોને નુકસાન થયું છે. કોઈપણ ઈમરજન્સી સ્થિતિનો સામનો કરવા માટે 4 જિલ્લામાં જઉછઋ અને ગઉછઋની ટીમો તૈનાત કરવામાં આવી છે.
દક્ષિણ કર્ણાટક અને ઉત્તર આંતરિક તમિલનાડુમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. કર્ણાટક, કેરળ અને બાકીના લક્ષદ્વીપમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. તેલંગાણામાં એક કે બે સ્થળોએ હળવો અને મધ્યમ વરસાદ પડી શકે છે. દક્ષિણ ઓડિશા, વિદર્ભ, મરાઠવાડા અને દક્ષિણ મધ્ય મહારાષ્ટ્રમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. લદ્દાખ, જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હળવો વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. લદ્દાખ, જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હળવો વરસાદ અને બરફવર્ષા થઈ શકે છે. જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ઊંચાણવાળા વિસ્તારમાં સતત બીજા દિવસે પણ ન્યૂનત્તમ તાપમાનમાં વધારો થયો છે અને મોટા ભાગની જગ્યા પર જામ થયા છે.