Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરજામનગર સહિત આઠ મહાનગરમાં સ્માર્ટ સિટીનો સર્વે

જામનગર સહિત આઠ મહાનગરમાં સ્માર્ટ સિટીનો સર્વે

જામનગર શહેરનાં પુખ્ત વયનાં નાગરિકોને ઓનલાઇન સર્વેમાં ભાગ લઇ સ્માર્ટ સીટી મિશનમાં નગરને અગ્રક્રમ અપાવવા તંત્રનો અનુરોધ

- Advertisement -

ખબર-જામનગર
ભારત સરકાર દ્વારા મિનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ વિભાગનાં માધ્યમથી ઇઝ ઓફ લિવીંગ ઇન્ડેક્ષ-2022 અંતર્ગત દેશનાં 266 શહેરમાં સીટીઝન પરસેપ્શન સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જે મુજબ ગુજરાતનાં જામનગર સહિતનાં 8 મહાનગર તથા દાહોદ શહેર સહિત રાજ્યનાં 9 શહેરી વિસ્તારોમાં સર્વે તથા તેનો પ્રચાર-પ્રસાર કરવામાં આવનાર છે.
જામનગર શહેરનાં 18 વર્ષથી વધુ વયનાં નાગરિકો આ સર્વેમાં ક્યુ.આર. કોડ સ્કેન કરી શહેરમાં પ્રાપ્ત પ્રાથમિક સુવિધાઓને આધારે પોતાનો ફિડબેક (મંતવ્ય) ઓનલાઇન સબમિટ કરી શકે છે. સર્વેમાં ભાગ લેવા https://eol2022.org/CitizenFeedback અને ક્યુ.આર. કોડ સ્કેન કરી વેબસાઇટ પર પ્રાથમિક માહિતી અને ભાષા પસંદ કરી જામનગર શહેર માટેનો યુ.એલ.બી નંબર (802516) અચૂક દાખલ કરવાનો રહેશે. ત્યારપછી શહેરમાં મળતી પ્રાથમિક સુવિધાઓ અન્વયે 17 પ્રશ્ર્નોનાં જવાબ ફિડબેક રૂપે સબમીટ કરવાનાં રહેશે. ફિડબેક સબમીટ કર્યા પછી કેન્દ્ર સરકારનું અધિકૃત પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાશે. જામનગરનાં પુખ્ત વયનાં નાગરિકો શૈક્ષણિક-સ્વૈચ્છિક સંસ્થાઓને તથા પુખ્ત વયનાં તમામ નાગરિકોને આ સર્વેમાં ભાગ લઇ સ્માર્ટ સીટી મિશનમાં શહેરને પ્રથમ ક્રમાંક અપાવવા મેયર બીનાબેન કોઠારી, કમિશનર વિજયકુમાર ખરાડી સહિતનાં પદાધિકારીઓ દ્વારા જામનગર શહેરમાં કાર્યરત વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની તમામ શાળાઓ, જિલ્લા શિક્ષણ વિભાગની તમામ કોેલેજો-ખાનગી શાળાઓ તથા શહેરીજનો આ સર્વેમાં ઉત્સાહથી જોડાઈને જામનગર શહેર સ્માર્ટ સિટી મિશનમાં પ્રથમ ક્રમાંકે આવે તેવું અમુલ્ય યોગદાન આપવા અપીલ કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular