ગુજરાત રાજ્યમાં વુડબોલ એસો. છેલ્લાં પાંચ વર્ષથી કાર્યરત છે. વુડબોલ રમત ઓલમ્પિક કાઉન્સીલ ઓફ એશિયા, ઓલમ્પિક કાઉન્સીલ ઓફ ઈન્ડીયા, સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડીયા અને એસો. ઓફ ઈન્ડીયન યુનિવર્સિટી માન્યતા પ્રાપ્ત રમત છે.
આ રમતનો ગુજરાત રાજ્યમાં વધારે પ્રચાર-પ્રસાર થાય અને વ્યાપક પ્રમાણમાં રમત આગળ વધે તેવા ઉમદા હેતુથી ગુજરાત સ્ટેટ વુડબોલ એસો. ના સભ્યોની સર્વાનુમતે પ્રો. ડો. અર્જુનસિંહ રાણાની પ્રમુખ પદે અને ડો. આકાશ ગોહિલની ઉપપ્રમુખ પદે વરણી કરવામાં આવેલી છે.
પ્રો. ડો. અર્જુનસિંહ રાણા હાલમાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટી – ગાંધીનગરના કુલપતિ તરીકે બિરાજનમાન છે. તે સાથોસાથ અર્જુનસિંહ રાણા સ્પોર્ટસ ફાઉન્ડેશનના સ્થાપક તરીકે રમત-ગમત તથા ફીટ ઈન્ડીયા ચળવળને ગુજરાત રાજ્યમાં પાયાના સ્તરે ખૂબ જ વ્યાપક પ્રમાણમાં વધારી રહ્યા છે.
તેઓ ભારત તેમજ ગુજરાત સરકારની ઘણી રમત-ગમત સમિતિઓમાં પણ ચયનીત થયેલા છે. તેઓ દ્વારા ફાઉન્ડેશનના સહયોગથી ગ્રામિણ રમતો અને દિવ્યાંગ ખેલાડીઓ માટે ખૂબ જ આવકારદાયક કાર્ય કરવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં ડો. રાણા ખૂબ જ નામના ધરાવે છે.
ડો. આકાશ ગોહિલ ગુજરાત ટેકનોલોજીકલ યુનિ.માં શારીરિક નિયામક તરીકે કાર્યરત છે. આ બંને પદોની વરણીને ગુજરાત સ્ટેટ વુડબોલ એસો. આવકારે છે. ભવિષ્યમાં ગુજરાત રાજ્ય અને ભારત દેશમાં આ રમત મોખરાનું સ્થાન પ્રાપ્ત કરે તેવો આશાવાદ વ્યકત કરે છે.