Thursday, December 26, 2024
Homeરાજ્યગુજરાતજામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોની મત ગણતરી 96 રાઉન્ડમાં યોજાશે

જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોની મત ગણતરી 96 રાઉન્ડમાં યોજાશે

હરિયા કોલેજ ખાતે તા. 8 ડિસેમ્બરે સવારે 8 વાગ્યે સૌપ્રથમ પોસ્ટલ મતથી પ્રારંભ

- Advertisement -

જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોની મતગણતરી તા. 8 ડિસેમ્બરના રોજ યોજાનાર છે. જામનગરની હરિયા કોલેજ ખાતે યોજાનાર મતગણતરી 67 ટેબલ ઉપર 96 રાઉન્ડમાં યોજાશે. આ મતગણતરી દરમિયાન દરેક બેઠક ઉપર ઓર્બ્ઝવર મતગણતરી સુપરવાઇઝર તેમજ આસિસટન્ટ સહિતના અધિકારીઓ સતત હાજર રહી મતગણતરી ઉપર નજર રાખશે. મતગણતરી કેન્દ્ર ખાતે સુરક્ષાદળોનો 24 કલાક ચુસ્ત પહેરો ગોઠવવામાં આવ્યો છે.

- Advertisement -

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બંને તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ચૂકયું છે. જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો સહિત 182 બેઠકો ઉપર મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગામી તા. 8 ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. જામનગર જિલ્લાની પાંચ વિધાનસભાની બેઠક ઉપર સરેરાશ 60.01 ટકા મતદાન થયું છે. જેમાં પાંચેય બેઠક ઉપર કુલ 1287 ઇવીએમ મશીનોમાં 12,08,571 મતો પૈકી 7,25,318 મતો પડયા છે. જેની મતગણતરી હાથ કરવામાં આવશે. હાલમાં જામનગર શહેરની હરિયા કોલેજમાં સ્ટ્રોંગ રૂમમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઇવીએમ મશીન રાખવામાં આવ્યા છે.

- Advertisement -

આગામી તા. 8 ડિસેમ્બર રોજ સવારે 8 વાગ્યાથી હરિયા કોલેજના મતગણતરી કેન્દ્ર ખાતે પાંચેય વિધાનસભા બેઠકની મતગણતરી શરુ થશે. મતગણતરી માટે ચૂંટણી તંત્ર દ્વારા 67 ટેબલ ઉપર 96 રાઉન્ડમાં મત ગણતરી હાથ ધરવામાં આવશે. મત ગણતરીને લઇ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારી હાથ ધરવામાં આવી રહી છે. પાંચ વિધાનસભા બેઠક પૈકી કાલાવડ બેઠક માટે 12 ટેબલ, જામનગર ગ્રામ્ય બેઠક માટે 13 ટેબલ, જામનગર ઉત્તર, દક્ષિણ તથા જામજોધપુર વિધાનસભા બેઠક માટે 14-14 ટેબલ મળી કુલ 67 ટેબલ ઉપર મત ગણતરી હાથ ધરવામાં આવશે. જેમાં કુલ 96 રાઉન્ડમાં મત ગણતરી થશે. દરેક બેઠક માટે એક ઓર્બ્ઝવર, મત ગણતરી સુપરવાઇઝર અને મદદનીશ તેમજ ઉમેદવારના એજન્ટ સતત હાજર રહેશે.

મત ગણતરી માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કર્મચારીઓને તાલિમ આપવામાં આવશે. મત ગણતરી દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને અને મત ગણતરી સૂચારું અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે મત ગણતરી કેન્દ્ર ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત રહેશે. તે માટે 500થી વધુ પોલીસ કર્મચારીઓની ફાળવણી કરવામાં આવી છે. જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર યોજાયેલ ચૂંટણીના 1287 ઇવીએમ મશીન હાલ મત ગણતરી કેન્દ્ર હરિયા કોલેજ ખાતે રાખવામાં આવ્યા છે. જેમાં 57 પોલીસ કર્મચારીઓ તેમજ 40 પેરામિલિટ્રી ફોર્સના જવાનો મળી કુલ 97 સુરક્ષા જવાનો ત્રણ સિફટમાં 24 કલાક પહેરો ભરે છે.

- Advertisement -

તા. 8 ડિસેમ્બરે હરિયા કોલેજે યોજાનાર મત ગણતરીમાં સવારે 8 વાગ્યે સર્વિસ અને પોસ્ટલ મતની સાથે મત ગણતરીનો પ્રારંભ થશે. ત્યારબાદ જિલ્લાની પાંચેય બેઠક ઉપર ઇવીએમમાં પડેલા મતોની ગણતરી હાથ ધરવામાં આવશે. મળતી માહિતી અનુસાર ગ્રાઉન્ડ ફલોરમાં 80-જામજોધપુર વિધાનસભા બેઠકની, પહેલા માળે 78-જામનગર ઉત્તર અને 79-જામનગર દક્ષિણ બેઠકની તથા બીજા માળે 76-કાલાવડ અને 77-જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકની મત ગણતરી હાથ ધરાશે. મત ગણતરીને લઇ ઉમેદવારોની સાથે રાજકીય પક્ષો તેમજ શહેરીજનોની પણ મીટ મંડાઇ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular