Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતગુજરાતમાં બીજા તબક્કાની 93 બેઠક પર આજે નિર્ણાયક મતદાન

ગુજરાતમાં બીજા તબક્કાની 93 બેઠક પર આજે નિર્ણાયક મતદાન

ગુજરાતના બન્ને એન્જીન પ્રધાનમંત્રી મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યુ મતદાન : પ્રધાનમંત્રી મોદીએ શાંતિપૂર્ણ મતદાન માટે રાજયના નાગરિકો અને ચૂંટણી પંચને પાઠવ્યા અભિનંદન : ગૃહમંત્રી અમિત શાહ, યુપીના રાજયપાલ આનંદીબેન પટેલ પણ મતદાન માટે ગુજરાત પહોંચ્યા : બીજા તબકકાની 93 બેઠક માટે કુલ 833 ઉમેદવારો વચ્ચે જંગ : પ્રથમ ત્રણ કલાકમાં 19 નોંધાયું 19 ટકા મતદાન

- Advertisement -

ગુજરાતમાં આજે બીજા તબકકાની 93 બેઠકો પર નિર્ણાયક મતદાન યોજાઇ રહયું છે. ઉત્તર અને મધ્યપૂર્વ ગુજરાતના 14 જિલ્લાની આ 93 બેઠકો પર કુલ 833 ઉમેદવારો પોતાનું કિસ્મત અજમાવી રહયા છે. ભાજપ અને આમ આદમી પાર્ટી તમામ 93 બેઠકો પર પોતાના ઉમેદવારો લડાવી રહી છે. જયારે કોંગ્રેસ 89 બેઠક પર ચૂંટણી લડી રહી છે.

- Advertisement -

મતદાનના આ મહત્વપૂર્ણ તબકકામાં પ્રથમ ત્રણ કલાકમાં સરેરાશ 19 ટકા જેટલું મતદાન નોંધાઇ ચૂકયું છે. પ્રથમતબકકાના પ્રમાણમાં નિરસ અને ઓછા મતદાનથી સતર્ક બનેલાં ભાજપાએ બીજા તબકકામાં ભારે મતદાન થાય તે માટે તમામ તાકાત કામે લગાડી દીધી છે. જેના ભાગરૂપે આજે પ્રધાનમંત્રી સહિત ગુજરાતના દિગ્ગજ નેતાઓ પોતપોતાના મતક્ષેત્રમાં મતદાન કરતા જોવા મળ્યા હતા. ગઇકાલે સાંજે મતદાન માટે પોતાના વતન ગુજરાત પહોચી ગયેલા પ્રધાનમંત્રીન નરેન્દ્ર મોદીએ આજે સવારે રાણીપમાં સામાન્ય મતદારો સાથે લાઇનમાં ઉભા રહીને મતદાન કર્યુ હતું. તેમણે મતદાન કર્યા બાદ લોકોને મતદાન માટે અપીલ કરી હતી. તો બીજી તરફ રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પણ શિલજ બુથ પર મતદાન કર્યુ હતું. આ ઉપરાંત કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહ, ઉત્તર પ્રદેશના રાજયપાલ આનંદીબેન પટેલ, રાજયસભા સાંસદ નરહરિ અમીન, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સહિતના નેતાઓ મતદાન માટે પહોંચી ગયા હતા. વિરમગામની બેઠક પર હાર્દિક પટેલે પણ પોતાની પત્ની સાથે મતદાન કર્યુ હતું. ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીનું 14 જીલ્લાની 93 બેઠકો માટેનું મતદાન આજે સવારે 8 વાગ્યાથી ઉત્સાહના માહોલમાં શરૂ થયુ છે પ્રારંભે જ અનેક મતકેન્દ્રો ઉપર લાંબી લાંબી લાઇનો જોવા મળતા ભારે મતદાન થાય તેવી શકયતા છે.

આજે સવારે વડાપ્રધાન મોદીએ રાણીપ ખાતે લાઇનમાં ઉભા રહીને મતદાન કર્યુ હતું તો મુખ્યમંત્રી પટેલે શિલજ ખાતેની અનુપમ સ્કુલ ખાતે મતદાન કર્યુ હતું. સાંજે પ વાગ્યે મતદાન પછી ગુજરાત અને હિમાચલ પ્રદેશ માટે એકઝિટ પોલ આવશે જેનાથી સ્પષ્ટ થશે કે કોની સરકાર આવી રહી છે. મત ગણતરી 8મીએ થવાની છે. ગુજરાતમાં આજે બીજા તબક્કાની ચૂંટણીમાં રાજકીય પક્ષોનું 833 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ થઇ રહ્યુ છે. 89 બેઠકો માટે 1 ડીસેમ્બરના રોજ મતદાન થયુ હતુ આજનો નિર્ણાયક જનાદેશ છે. જેમાં મુખ્યમંત્રી સહિત 15 થી વધુ પ્રધાનોનું ભાવિ 2.51 કરોડ મતદારો નક્કી કરી રહ્યા છે.

- Advertisement -

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટેનું મતદાન ચાલી રહ્યું છે. ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ શીલજ બુથ પર મતદાન કર્યુ હતું. ઈખ ભૂપેન્દ્રભાઇ પટેલ ઢોલ-નગારા સાથે મતદાન કરવા પહોંચ્યા છે. સાથે સમર્થકો માથે કેસરિયા સાફા ધારણ કરી પહોંચ્યા હતા. જોકે, આ બાદ ભૂપેન્દ્રભાઇ પટેલે મત આપીને ચાની કિટલી પર ચાની ચૂસ્કી લગાવતા જોવા મળ્યા હતા.

ઈખ ભૂપેન્દ્રભાઇ પટેલે શીલજ ખાતે મતદાન કર્યુ હતું. પત્ની સાથે મતદાન કર્યા બાદ લોકોને પણ વોટ આપવા માટે અપીલ કરતા જોવા મળ્યા હતા. મતદાન બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે કહ્યુ હતું કે, ગુજરાતમાં લોકશાહીના પર્વનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. શાંતિપૂર્ણ રીતે પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થયુ હતુ. ત્યારે લોકશાહીના ઉત્સાહમાં સૌ ભાગીદાર થઈને બીજા તબક્કાના મતદાનમાં પણ મતદાન કરે તેવી મારી અપીલ છે. મતદારોમાં ખુબ જ ઉત્સાહ છે. સૌએ લોકશાહીના પર્વ માટે મતદાન કરવું જોઈએ. ગુજરાતની શાંતિ અને સલામતી માટે મહત્તમ મતદાન કરો એવી અપીલ છે.

- Advertisement -

વિરમગામ બેઠકના ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલ પત્ની કિંજલ સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. ચંદનનગર ગામે પ્રાથમિક શાળાના મતદાન બુથ પર હાર્દિક પટેલ સામાન્ય લોકોની જેમ લાઈનમાં ઉભા રહ્યા. હાર્દિક પટેલના પત્ની કિંજલ પણ મહિલા મતદારોની લાઈનમાં ઉભા રહ્યા હતા. વાઘોડિયા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર સત્યજીતસિંહ ગાયકવાડે અનોખી રીતે મતદાન કર્યુ હતું. તેઓએ મોંઘવારી સામે વિરોધ દર્શાવ્યો હતો. વાઘોડિયામાં આવેલ વેડપુર ગામે મતદાન કરવા તેઓ સાયકલ લઈને પહોંચ્યા હતા. તો સાયકલ પર ગેસનો બોટલનો પૂઠ્ઠો રાખ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular