જામનગર તાલુકાના દરેડ નીલગીરી વિસ્તારમાં ખેતી કરતા યુવાન ઉપર પિતા અને બે પુત્રો સહિત ત્રણ શખ્સોએ લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે યુવાનની કારમાં તોડફોડ કરી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ઝવેરીપાર્ક વિસ્તારમાં રહેતાં ડાયાભાઇ હિરાભાઈ બાંભવા (ઉ.વ.26) નામના યુવાનને બુધા અને તેના બે પુત્રો સાથે અગાઉની બોલાચાલી બાદ સમાધાન થયું હતું આ સમાધાન ઘડીકનું હોવાનું કહીને રવિવારે સાંજના સમયે બુધા અને જગદીશ તથા લાલો નામના ત્રણ શખ્સોએ એક સંપ કરી યુવાનને અપશબ્દો કહ્યાં હતાં. જેથી યુવાને અપશબ્દો બોલવાની ના પાડતા પિતા અને બે પુત્રો નામના ત્રણ શખ્સોએ યુવાનની જીજે-27-બીએલ-2550 નંબરની હુન્ડાઈ કારના બન્ને દરવાજાના કાચમાં તોડફોડ કરી હતી.તોડફોડના બનાવ અંગેની જાણ કરાતા એએસઆઈ ડી.સી. ગોહિલ તથા સ્ટાફે પિતા અને બે પુત્રો સહિત ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.