જામનગર સાયકલિંગ કલબ દ્વારા 600 કિ.મી. સાયકલીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
બીઆરએમ 600 18 સાયકલસવારોએ 40 કલાકમાં પૂર્ણ કરી હતી. જ્યારે સાયકલવિરોએ સતત 40 કલાકની સમય મર્યાદા ખોરાક, પાણી, વિશ્રામ, પંચર રિપેર કરી સારી રીતે સ્વાવલંબનથી જામનગર, દ્વારકા, રાજકોટ, લાલપુર, મોડપર થઇ સાયકલ પર પાછા જામનગર પહોંચવાનું હતું.
સુપર રેન્ડોનિયર બિરુદ એક જ વર્ષમાં 200, 300, 400 અને 600 કિ.મી., બે્રવેટસ ડી રેન્ડોનર્સ તરફથી માતૃ સંસ્થા ઓડેકસ કલબ પેરિસિયન-પરિશ દ્વારા એનાયત કરવામાં આવે છે. જેમાં વિશિષ્ટ રીતે રજનીશ ઘેડીયાએ આ પરાક્રમ ચોથી વખત મનોજ નાયર ત્રીજી વખત, ડો. રાજેન્દ્ર વિરાણી બીજી વખત કરેલ હતું અને સૌરાષ્ટ્રનું બીજુ જ યુગલ રઘુભા ગોહિલ અને પ્રફુલ્લાબા ગોહિલએ પ્રથમ વખતમાં આ અસાધ્ય સિધ્ધિ હાંસલ કરી છે. તેઓની સાથે યુવરાજસિંહ ઝાલા, ભારતીય આર્મીના ઓફિસર મનુ ચાક્કો, ભક્તિ પ્રશકર, પ્રતિક મહેતા, અંકુશ ખન્ના તથા દિનેશ ભેડા પણ હાજર રહ્યાં હતાં.