ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી આગામી તા.5 ડિસેમ્બરના રોજ બીજા તબક્કામાં અન્ય જિલ્લાઓમાં યોજાનાર છે. જે માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા આણંદ જિલ્લાની આંકલાવ બેઠકની પ્રચાર પ્રસાર સહિતની તમામ જવાબદારી પક્ષના અનુભવી અને પીઢ નેતા રાઘવજીભાઈ પટેલને સોંપવામાં આવી છે.
રાઘવજીભાઈએ આ માટે ગત તા.1 ડિસેમ્બરના રોજ સૌરાષ્ટ્ર પ્રાંતની ચૂંટણી પૂર્ણ થયાના બીજા જ દિવસે આંકલાવ બેઠકની કમાન સંભાળી લીધી છે. આ માટે રાઘવજીભાઈ સાથે બીજેપીના અન્ય 100 જેટલાં કાર્યકર્તાઓ પણ તેમની સાથે આંકલાવ જઈ બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થાય તે માટે પ્રચાર પ્રસાર સહિતની કામગીરીમાં જોડાશે.