Wednesday, December 25, 2024
Homeઆંતરરાષ્ટ્રીયહવે મેલેરિયાના ખાતમા માટે વેક્સિન તૈયાર, પ્રયોગ સફળ

હવે મેલેરિયાના ખાતમા માટે વેક્સિન તૈયાર, પ્રયોગ સફળ

અમેરિકાની વોશિંગ્ટન યુનિવર્સિટીએ ઉંદરો પર કર્યો સફળ પ્રયોગ

- Advertisement -

વૈજ્ઞાનિકોએ બે એમઆરએનએ વેકસીન વિકસીત કરી છે, જે મેલેરીયા સંક્રમણ અને સંચરણ બન્નેના ઘટાડવામાં અસરકારક છે. અમેરિકાના જયોર્જ વોશિંગ્ટન વિશ્વ વિદ્યાલયની ટીમે આ વેકસીનને વિકસીત કરી છે.

- Advertisement -

હાલ તો જાનવરોમાં આ વેકસીનનો પ્રયોગ સફળ થયો છે. આ દરમિયાન જાણવા મળ્યું કે બન્ને રસીએ એક શક્તિશાળી પ્રતિરક્ષા પ્રતિક્રિયાને પ્રેરિત કરી છે. જયોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટીના પ્રોફેસર નિર્ભયકુમારે જણાવ્યું હતું કે, મેલેરીયાની નાબુદી રાતોરાત નહીં થાય, પણ આ પ્રકારની રસી સંભવિત રૂપે દુનિયાના અનેક ભાગોમાંથી મેલેરિયાને ખતમ કરી શકે છે.

તેમણે જણાવ્યું હતું કે, એમઆરએનએ વેકસીન ટેકનીક વાસ્તવમાં ગેમ ચેન્જર સાબીત થઈ શકે છે. ઉંદરોમાં તેની ટ્રાયલ કરવામાં આવી છે. આ રસી સંક્રમણને રોકવામાં અધિક અસરકારક હતા અને રસીએ ફેલાવાની ક્ષમતાને લગભગ પુરી રીતે ખતમ કરી નાખી હતી.

- Advertisement -

સંશોધકોએ જણાવ્યું હતું કે ડીએનએ આધારિત રસીની તુલનામાં એમઆરએનએ રસીની રોગ પ્રતિકારક શક્તિ પ્રતિક્રિયાને પ્રેરિત કરવામાં ઘણી બહેતર છે. સંશોધકોએ જણાવ્યું હતું કે મેલેરિયા એનોફિલીઝ મચ્છરના કરડવાથી ફેલાય છે તેનાથી ફેલાતા પી.ફાલ્સીપેરમ અને પી. વિવેકસ સંક્રમણ મેલેરિયાના 90 ટકાથી વધુ કિસ્સા અને ટકા મૃત્યુ માટે જવાબદાર છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular