Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરસ્ટાફના અભાવે સરકારી બેંકો આઈપીઓ ફોર્મ સ્વીકારવાની ના પાડતા ખાતેદારોને હાલાકી

સ્ટાફના અભાવે સરકારી બેંકો આઈપીઓ ફોર્મ સ્વીકારવાની ના પાડતા ખાતેદારોને હાલાકી

- Advertisement -

જામનગર સહિત રાજ્યભરમાં હાલ ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. આવતીકાલે જામનગર સહિત 89 બેઠકો પર પ્રથમ તબકકાનું મતદાન યોજાનાર છે. જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ ફરજમાં રોકાયેલા છે. સરકારી બેંકના કર્મચારીઓ પણ ચૂંટણી ફરજમાં રોકાયેલા હોય, છેલ્લાં ત્રણ દિવસથી જામનગરની સરકારી બેંકોમાં કર્મચારીઓના અભાવે ખાતેદારોના શેરબજાર સંબંધિત આઈપીઓ ફોર્મ સ્વીકારવાની ના પાડવામાં આવતી હોય, ખાતેદારો હાલાકીનો સામનો કરી રહ્યા છે.

- Advertisement -

જામનગરમાં આવતીકાલે યોજનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાનને લઇ અસંખ્ય કર્મચારીઓ ચૂંટણી ફરજમાં રોકાયેલા છે. બેંક કર્મચારીઓ પણ ચૂંટણી ફરજમાં હોય બેંકમાં કામકાજ ખોરવાતા ખાતેદારોમાં હાલાકી સાથે રોશની લાગણી છવાઈ છે. જામનગરની સરકારી બેંકોમાં કર્મચારીઓ ચૂંટણી ફરજમાં રોકાયેલા હોય તેવા બહાના હેઠળ છેલ્લાં ત્રણ દિવસથી ખાતેદારોના શેરબજાર સંબંધિત આઈપીઓ ફોર્મ સ્વીકારવાની ના પાડવામાં આવી રહી છે. જેને કારણે ખાતેદારોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આથી સરકારી બેંકોની દાદાગીરીને કારણે ખાતેદારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular