રાજ્યમાં 2022 વિધાનસભાની ચૂંટણીઓમા પ્રથમ તબકકામાં 89 બેઠકો માટે આવતીકાલે મતદાન થનાર છે. આ મતદાન શાંતિપૂર્ણ યોજાઈ તે માટે જામનગર જિલ્લામાં પોલીસ અધિક્ષકની સૂચનાથી 41 કેસો નોંધી અને 11 શખ્સ્ોની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેર અને જિલ્લામાં વિધાનસભાની પાંચ બેઠકો માટે આવતીકાલે 1 ડિસેમ્બરના રોજ મતદાન થનાર છે અને જામનગર સહિત રાજ્યની 89 બેઠકો ઉપર મતદાન યોજાશે. જિલ્લાની પાંચ બેઠકો ઉપર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો શાંતિપૂર્ણ મતદાન કરી શકે તે માટે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી એલસીબી પીઆઇ જે.વી.ચૌધરી તથા સ્ટાફ દ્વારા 41 કેસો હેઠળ 7.19 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને 11 શખ્સોની પાસા હેઠળ ધરપકડ કરી હતી.