Wednesday, December 25, 2024
Homeરાજ્યચિમનભાઇ શાપરીયાના સમર્થનમાં રવિન્દ્ર જાડેજાના રોડ-શો દરમિયાન લોકોના ટોળે-ટોળાઓ જોડાયા

ચિમનભાઇ શાપરીયાના સમર્થનમાં રવિન્દ્ર જાડેજાના રોડ-શો દરમિયાન લોકોના ટોળે-ટોળાઓ જોડાયા

ચિમનભાઇના પ્રચાર માટે રવિન્દ્ર જાડેજાએ લોકોને કર્યું આહવાન : લોકો દ્વારા મળ્યો બહોળો પ્રતિસાદ

- Advertisement -

ગુજરાતમાં ચૂંટણી ઉત્સવ વિધાનસભા-2022ના પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે આવતીકાલે મતદાન થનાર છે. આ તબક્કામાં જામનગર જિલ્લાની પાંચ બેઠકોમાં મતદાન થશે. જ્યારે આજે વહેલી સવારે 5 વાગ્યાથી ચૂંટણીના પડઘમ શાંત થયા છે. ત્યારે ગઇકાલે દરેક સીટના ઉમેદવારો માટે પ્રચાર-પ્રસારનો છેલ્લો દિવસ હતો. દરેક ઉમેદવારોએ જન-જન સુધી પહોંચવાનો પુરતો પ્રયાસ કર્યો હોય, નરેન્દ્રભાઇ મોદીનું સ્વપ્ન કે, છેવાળાના માનવી સુધી પહોંચીને તેમને વિકાસની ગાથા સાથે જોડવું એને સાર્થક કરવા માટે ભારતીય જનતા પાર્ટીના 80-જામજોધપુરના ઉમેદવાર ચિમનભાઇ શાપરીયા છેલ્લા દિવસ સુધી લોકસંપર્ક માટે દોડતા રહ્યાં.

- Advertisement -

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલલની ડબલ એન્જિનની સરકારને આગળ વધારવા માટે જામનગર જિલ્લાની પાંચેય બેઠકોના ઉમેદવારો તનતોડ મહેનત કરી રહ્યાં છે. ત્યારે આપણે જોઇ શકીએ છીએ કે, જામજોધપુરની જનતા ચિમનભાઇને સથવારે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સભા હોય કે, ચિમનભાઇની ગામોની મુલાકાતો હોય કે, દરેક સમાજના લોકો સાથેની તેમની બેઠક હોય, ચિમનભાઇને દરેક વખતે પ્રજા દ્વારા પુરું સમર્થન મળ્યું છે. દરેક સ્થળે અને ગામે ચિમનભાઇને લોકો દ્વારા આવનાર મળી રહ્યો છે.

પ્રમાણિક, અનુભવી અને લોખંડી વ્યક્તિત્વ ધરાવતા ચિમનભાઇએ લોકોના હૃદયમાં સ્થાન મેળવી લીધું છે. લોકો પણ તેમના દ્વારા કરાયેલા કામો અને તેમના દ્વારા થયેલા વિકાસને જોઇ અને તેમની સાથે ચાલી રહી છે. લોકોની વચ્ચે રહીને લોકો માટે કામ કરતાં ચિમનભાઇ જ જનતાના સાચા આગેવાન છે. જામજોધપુરના જુદા જુદા સમાજના આગેવાનોએ પણ તેમની સાથે જોડાઇને તેમને પુરું સમર્થન આપ્યું છે. જ્યારે દરેક ગામના વરિષ્ઠ આગેવાનો અને વડીલોએ પણ ચિમનભાઇને ખોબલે ખોબલે આશિર્વાદ આપ્યા છે. દરેક દિશાએ તેમને મળેલા સમર્થન જોઇ કહી શકાય કે, સમરસ જેવો માહોલ બનતો જાય છે. આ બેઠક પર ફરી એક વખત મતદારો પોતાના અનુભવી ચહેરાને તક આપવા માટે આતુર છે.

- Advertisement -

આ તકે લાલપુર મુકામે ચિમનભાઇ શાપરીયાના સમર્થનમાં ભારતીય ક્રિકેટ જગતમાં જામનગરનું ગૌરવ એવા રવિન્દ્ર જાડેજાનો રોડ-શો અને બાઇકરેલી યોજવામાં આવી હતી. આ રોડ-શોમાં પણ ચિમનભાઇ શાપરીયા અને રવિન્દ્ર જાડેજાના ચાહકો દ્વારા પ્રચંડ બહોળી પ્રતિસાદ મળ્યો હતો. આ રોડ-શોમાં જામજોધપુર-લાલપુરના વિવિધ સમાજના લોકો, વેપારી વર્ગ, જિલ્લાના હોદ્ેદારો બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતાં. સર્વત્ર ચિમનભાઇને આવકાર મળી રહ્યો છે. લોકો એક જ નારા સાથે ચિમનભાઇ સાથે જોડાયા છે. ‘કહો દિલસે ચિમનભાઇ શાપરીયા ફિરશે’ના નાદ સાથે રવિન્દ્ર જાડેજાના રોડ-શોમાં રસ્તાઓ અને શેરીઓ ગુંજી ઉઠી હતી.

ચિમનભાઇને ફરીથી ચૂંટીને જામજોધપુર-લાલપુરમાં વિકાસના કાર્યોને વેગવંતા રાખવા માટે ભારતીય જનતા પાર્ટીને મત આપીને ફરીથી ચિમનભાઇને તક આપવા સમર્થન મળી રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular