કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ડો. સૌરભ પારધી દ્વારા જામનગર જિલ્લાના તમામ મતદારોને આવતીકાલે અચૂક મતદાન કરવા 95.0 એફ.એમ. રેડીયો મીર્ચી મારફત અપીલ કરાઈ હતી.રેડીયો મિર્ચીના આર.જે. સાથે વાત કરતાં ડો.સૌરભ પારધીએ જામનગરમાં મતદારોની સંખ્યા, બુથની સંખ્યા, ખાસ મતદાન મથકો, તેમજ મતદાર કાપલી બાબતેની વિવિધ માહિતીઓ આપી.તેમજ મતદાનના દિવસે લગ્ન પ્રસંગમાં રોકાયેલા તમામ મતદારોને પણ મતદાન માટે સમય કાઢી અવશ્ય મતદાન કરવા ખાસ અનુરોધ કર્યો હતો.