Saturday, December 6, 2025
Homeરાજ્યગુજરાતગુજરાત અનુસુચિત જાતિ વિકાસ કોર્પોરેશનમાંથી લોન લઇ ભરપાઇ ન કરનાર લોનધારકનને એક...

ગુજરાત અનુસુચિત જાતિ વિકાસ કોર્પોરેશનમાંથી લોન લઇ ભરપાઇ ન કરનાર લોનધારકનને એક વર્ષની સજા

ગુજરાત અનુસુચિત જાતિ વિકાસ કોર્પોરેશનમાંથી જીતેન્દ્ર નાનજીભાઇ મકવાણાએ ફોર વ્હીલર (ટેક્ષી-મેક્ષી) યોજના હેઠળ ધંધા માટે રૂા. 4,21,258નું ધિરાણ મેળવ્યું હતું. તેનો માસિક હપ્તો રૂા. 7768નો છે. લોનધારક દ્વારા છેલ્લા ઘણા સમયથી મજકુર લોનના હપ્તાની રકમ ચૂકવેલ ન હોવાથી લોન ધારકને આ અંગે લેખિત મૌખિક સૂચના કરતા લોનધારક દ્વારા લોનની બાકી રકમની ચૂકવણી પેટે રૂા. 3,15,328નો ઇન્ડીયન બેંક-જામનગર શાખાનો ચેક આપ્યો હતો. જે ચેક નિગમ દ્વારા પોતાના બેંક ખાતામાં જમા કરાવતા તે ચેક નાણાના અભાવે પરત ફરતા નિગમ દ્વારા પોતાના વકીલ મારફત નોટીસ મોકલેલ હતી. જે નોટીસ મળી જવા છતાં લોનધારક દ્વારા ચેક મુજબની રકમ વસુલ નહીં આપતા ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન વતી જિલ્લા મેનેજર દ્વારા જામનગરની અદાલતમાં ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138 મુજબ કેસ દાખલ કર્યો હતો. જે કેસ જામનગર 11માં એડી. ચીફ. જ્યુ. મેજી. આર.બી. ગોસાઇની અદાલતમાં ચાલી જતાં અદાલત દ્વારા આરોપી જીતેન્દ્ર નાનજીભાઇ મકવાણાને બાર માસની સાદી કેદની સજા તથા રૂા. 3,15,328નો દંડનો હુકમ કરવામાં આવેલ છે. દંડની રકમ ફરીયાદી નિગમને વળતર તરીકે ચૂકવી આપવાનો હુકમ કર્યો છે.

- Advertisement -

આરોપી દંડની રકમ ચૂકવી આપવામાં કસુર કરે તો વધુ બે માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો છે અને આરોપી વિરુધ્ધ હુકમ મુજબનું સજા વોરંટ ઇસ્યૂ કરવા તથા તેની અમલ-બજવણી માટે ડીએસપી જામનગર જિલ્લાને મોકલવા હુકમ કર્યો છે. ફરિયાદી ગુજરાત અનુસુચિત જાતિ વિકાસ કોર્પોરેશન તરફે એડવોકેટ એન્ડ નોટરી દિનેશ વી. વઘોરા તથા આકાશ ડી. વઘોરા રોકાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular