Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીય50 પૈસા, એક રૂપિયાના જુના સિકકા ચલણમાં પરત નહીં ફરે

50 પૈસા, એક રૂપિયાના જુના સિકકા ચલણમાં પરત નહીં ફરે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કેટલીક શ્રેણીના ચલણી સિકકાઓને સરકયુલેશનમાંથી પાછા ખેંચ્યા છે. 50 પૈસા તથા એક રૂપિયાના આ સિકકા બેંકમાં જમા કરાવાયા બાદ બેંકો તે ફરી ચલણમાં નહીં મુકે.

- Advertisement -

મોંઘવારીના વર્તમાન યુગમાં એક રૂપિયાની કોઈ ખાસ કિંમત રહી નથી. રીઝર્વ બેંકની માર્ગદર્શિકાને ટાંકીને દિલ્હી સ્થિત આઈસીઆઈસીઆઈ બેંકની બ્રાંચમાં નોટીસ મુકવામાં આવી છે અને તેમાં કેટલીક શ્રેણીના સિકકા રી-ઈસ્યુ નહીં થવાનુ જણાવાયુ છે. બેંકમાં જમા થયા બાદ તે રિઝર્વ બેંકને સોંપી દેવાશે.

એવી ચોખવટ કરવામાં આવી છે કે તમામ સિકકા કાયદેસરના જ છે. પરંતુ બેંકોમાં જમા થયા બાદ ફરીવાર ચલણમાં નહીં મુકાય. 1990 તથા 2000ના દાયકામાં ચલણમાં રહેલા 50 પૈસા તથા એક રૂપિયાના અમુક સિકકાને આ માર્ગદર્શિકા લાગુ થશે.

- Advertisement -

માર્ગદર્શિકા મુજબ કુપરોનીકલના 25, 50 પૈસા તથા એક રૂપિયાના સિકકા, સ્ટેનલેસ સ્ટીલના 10 પૈસાના, એલ્યુમીનીયમના પાંચ, દસ તથા વીસ પૈસાના સિકકા રી-ઈસ્યુ નહીં થઈ શકે. આ તમામ સિકકા વ્યવહારમાં ચાલુ જ રહેશે. પરંતુ બેંકમાં જમા થયા બાદ સરકયુલેશનમાં પાછા નહીં આવે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular