જામનગર-રાજકોટ હાઇ-વે પર પેટ્રોલ પંપ પાસે આવેલા ગેરેજમાંથી અજાણ્યા તસ્કરોએ જુદી જુદી કંપનીની ફોરવ્હીલરની 20 બેટરીઓ ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં રહેતાં જતિનભાઈ વિઠ્ઠલાણી નામના પ્રોૈઢ વેપારીની રાજકોટ-જામનગર હાઈ-વે પર પેટ્રોલ પંપ પાસે આવેલા જયસન ગેરેજમાંથી અજાણ્યા તસ્કરોએ ત્રાટકીને કારની જુદી જુદી 20 બેટરીઓ ચોરી કરી ગયા હતાં. આ અંગે વેપારી દ્વારા જાણ કરાતા એએસઆઈ એ.બી. સપિયા તથા સ્ટાફે રૂા.30,600ની કિંમતની 20 બેટરીઓની ચોરીના બનાવમાં ગુનો નોંધી તપાસ આરંભી હતી.